PBKS vs SRH: રોમાંચક મેચમાં હૈદરાબાદે પંજાબને 2 રને હરાવ્યું
PBKS vs SRH IPL 2024 Score Live: અહીં તમને પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 2 રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી ન હતી કારણ કે ટીમે 20 રનની અંદર ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે સેમ કરન અને સિકંદર રઝાએ અનુક્રમે 29 રન અને 28 રન બનાવીને પંજાબની વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. SRH વતી, ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને કેપ્ટન પેટ કમિન્સે ચુસ્ત બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને દબાણમાં મુક્યા. પંજાબના હીરો શશાંક સિંહે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ધમાલ મચાવી હતી, પરંતુ તેની મહેનત છતાં પંજાબનો 2 રને પરાજય થયો હતો.
10 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 66 રન છે. સિકંદર રઝા 9 બોલમાં 11 રન અને શશાંક સિંહ 4 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યા છે. પંજાબને હવે 60 બોલમાં જીતવા માટે 117 રન બનાવવાના છે.
પાવરપ્લે સંપૂર્ણ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદના નામે હતો. 6 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 3 વિકેટે 27 રન છે. સેમ કરન 9 બોલમાં આઠ રન પર છે. જ્યારે સિકંદર રઝાએ હજુ ખાતું ખોલ્યું નથી. પંજાબે અહીંથી 84 બોલમાં 156 રન બનાવવાના છે.
કેપ્ટન પેટ કમિન્સે બીજી ઓવર નાખી. તેણે પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી. કમિન્સે જોની બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. તે શૂન્ય પર આઉટ થયો હતો. બે ઓવર પછી સ્કોર એક વિકેટે બે રન છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સિઝનમાં, મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ મલ્લનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
નીતીશ રેડ્ડીએ 15મી ઓવરમાં 22 રન ફટકારીને મેચનું પાસુ પલટી નાખું. હરપ્રીત બ્રારની આ ઓવરમાં રેડ્ડીએ બે સિક્સર અને બે ફોર ફટકારી હતી. રેડ્ડી હવે 35 બોલમાં 63 રન પર છે. તેની સાથે અબ્દુલ સમદ પાંચ બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. 15 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 5 વિકેટે 133 રન છે.
હરપ્રીત બ્રારે 11મી ઓવર નાખી. આ ઓવરમાં 15 રન આવ્યા હતા. નીતીશ રેડ્ડીએ એક ફોર અને એક સિક્સર અને હેનરિક ક્લાસને એક ફોર ફટકારી હતી. 11 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 4 વિકેટે 81 રન છે. નીતિશ રેડ્ડી 25 અને ક્લાસેન પાંચ રને રમતમાં છે.
9 ઓવર પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 3 વિકેટે 61 રન છે. નીતિશ રેડ્ડી 14 બોલમાં એક ફોર સાથે 11 રન અને રાહુલ ત્રિપાઠી 12 બોલમાં એક ફોર સાથે 10 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 22 રનની ભાગીદારી છે.
સેમ કરને પાંચમી ઓવર ફેંકી. આ ઓવરમાં અભિષેકે પહેલા સિક્સર અને પછી ફોર ફટકારી હતી. જોકે, તે છેલ્લા બોલ પર ઓફ સાઈડ પર કેચ આઉટ થયો હતો. અભિષેક 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. હવે નીતિશ રેડ્ડી અને રાહુલ ત્રિપાઠી ક્રિઝ પર છે.
અર્શદીપ સિંહે ચોથી ઓવરમાં આખી મેચનું પાસુ પલટી દીધુ હતુ. આ ઓવરમાં અર્શદીપે સનરાઇઝર્સ હૈદરાબાદને 2 ઝટકા આપ્યા અને તેની તોફાની ગતિ પર બ્રેક લગાવી દીધી. અર્શદીપે પહેલા ટ્રેવિસ હેડને આઉટ કર્યો અને પછી એડન માર્કરમને પેવેલિયન મોકલ્યો. હેડ 15 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે માર્કરમ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: ઉમરાન મલિક, મયંક માર્કંડે, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ ત્રિપાઠી.
શિખર ધવન(કેપ્ટન), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા(વિકેટકીપર), આશુતોષ શર્મા, સેમ કરન, શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રભસિમરન સિંહ, નાથન એલિસ, તનય ત્યાગરાજન, રાહુલ ચાહર, ઋષિ ધવન.
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હવે પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને મયંક માર્કંડે.
શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, સિકંદર રઝા, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા.
બ્રેકગ્રાઉન્ડ
PBKS vs SRH Live Score: IPL 2024મા આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે. હૈદરાબાદે તેની છેલ્લી મેચમાં ચેન્નાઈને હરાવ્યું હતું જ્યારે પંજાબે ગુજરાત સામે હારેલી મેચમાં જીત મેળવી હતી. આ મેચ પણ રોમાંચક બને તેવી પૂરી શક્યતાઓ છે.
આઈપીએલ 2024માં અત્યાર સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ ચાર મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન પેટ કમિન્સની ટીમે બે મેચ જીતી છે. તે જ સમયે, તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. શિખર ધવનની ટીમ પણ બે મેચ જીતી છે અને બે મેચ હારી છે. જો કે પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
પિચ રિપોર્ટ
આજે આપણે ચંદીગઢના આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકીએ છીએ. જોકે, અહીં છેલ્લી મેચમાં બોલરોને પણ ઘણી મદદ મળી હતી. પંજાબ કિંગ્સે આ મેદાન પર દિલ્હીને હરાવ્યું હતું. તે મેચમાં પંજાબે 175 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -