નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બૉલર એસ.શ્રીસંતે અર્જૂન તેંદુલકરને ટીમ ટીમ રમવા માટેની ભવિષ્યવાણી કરી છે. શ્રીસંતના મતે અર્જૂન તેંદુલકર એકદિવસ જરૂર ભારતીય ટીમમાં રમતો દેખાશે. શ્રીસંતે આ વાત સચિન તેંદુલકરને એક ટ્વીટના જવાબમાં કહી હતી.

સચિને શ્રીસંતને બર્થડેના અભિનંદન પાઠવતા કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. આના જવાબમાં સચિનને શ્રીસંતે થેન્ક્સ લખ્યુ, અને શ્રીસંતે કહ્યું અર્જૂન તેંદુલકર એકદિવસ ભારતીય ટીમમાં જરૂર રમશે.

શ્રીસંતે ટ્વીટમાં લખ્યું- 20 વર્ષનો અર્જૂન તેંદુલકર ભારત માટે રમશે, અર્જૂનની એક્શન શાનદાર છે, અને તેની રિધમ પણ જબરદસ્ત છે, એટલા માટે તે ટીમ ઇન્ડિયા માટે રમશે.



ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુંબઇ ટ્વેન્ટી ટ્વેન્ટી લીગમાં અર્જૂન તેંદુલકરને આકાશ ટાઇગર્સે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલુ જ નહીં ઓલરાઉન્ડર અર્જૂન તેંદુલકર માટે બીજી ટીમોએ પણ બોલી લગાવી હતી.