પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટિકિટની ન્યૂનત્તમ કિંમત 1000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે જે ભારતીય ચલણમાં 310 રૂપિયા બરોબર છે.


પીસીબીના આંતરિક દસ્તાવેજમાં આ વાત જણાવવામાં આવી છે. દુબઈમાં યોજાનારી ભારતની મેચોના ટિકિટના દર શું હશે તે જણાવવામાં આવ્યું નથી. જો ભારતીય ટીમ સેમિફાઇનલ અને ફાઇનલ રમે છે તો તે પણ દુબઈમાં યોજાશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટિકિટની કિંમત જાહેર કરવામાં આવી


દસ્તાવેજ મુજબ, PCB એ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચો માટે ટિકિટની ન્યૂનત્તમ કિંમત 1,000 પાકિસ્તાની રૂપિયા રાખી છે. રાવલપિંડીમાં યોજાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિફાઇનલની ટિકિટની કિંમત 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) હશે.


PCB એ બધી મેચો માટે VVIP ટિકિટની કિંમત 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે, પરંતુ સેમિફાઇનલ માટે તે 25000 (7764 ભારતીય રૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરી માટેની ટિકિટની કિંમત 3500 પાકિસ્તાની રૂપિયા હશે ( 1086 ભારતીય રૂપિયા), લાહોરમાં તેની કિંમત 5૦૦૦ (1550 ભારતીય રૂપિયા) હશે અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ મેચની ટિકિટ 7૦૦૦ (2170 ભારતીય રૂપિયા) છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં કેટલી ટીમો ભાગ લઈ રહી છે?


ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રુપ A માં ભાગ લે છે, જ્યારે ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડેલ હેઠળ થશે


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાવાની છે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન જવાનો ઇનકાર કરવાના નિર્ણય બાદ ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હાઇબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચે અથવા ફાઇનલ માટે ક્વોલિફાય થાય તો પણ તે દુબઈમાં મેચ રમશે.            


Champions Trophy 2025: ભારતીય ટીમની જાહેરાતમાં વિલંબ કેમ ? નવજોત સિંહ સિદ્ધુએ BCCI પર સાધ્યું નિશાન