નવી દિલ્હીઃ આઈપીએલ 2020ની શરૂઆત શાનદાર રહી છે. વિતેલા દિવસે કેપ્ટન કૂલ મહેન્દ્ર ધોનીની ટીમ ચેન્નઈ સુપરકિીંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ શાનદાર જીત નોંધાવી. પરંતુ મેચથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીના નવા લુકની થઈ રહી છે. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જેવી જ ક્રિકેટ મેચ પર એન્ટ્રી કરી તેવી જ રીતે તેના નવા લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

મહેન્દ્ર સિંહ ધોની આ દરમિયાન પહેલા કરતાં ઘણો અલગ જોવા મળ્યો. ધોનીનો દાઢી લુક અને નવી હેરસ્ટાઈલને જોયા બાદ તો ફેન્સને તમિલ સ્ટાર સૂર્યાની યાદ આવી ગઈ અને સોશિયલ મીડિયા પર ધોનીનો નવો લુક ટ્રેન્ડ થઈ રહ્યો છે.




કેપ્ટન કૂલનો નવો લુક જોયા બાદ એક ફેને લખ્યું- ‘થાલા ધોની સિંઘમ લુકમાં.’ જ્યારે અન્ય એક યૂઝરે કહ્યું- ‘થાલા ધોની એકદમ સિંઘમ સૂર્યા જેવો લાગી રહ્યો છે. જુઓ તેની મૂંછો સિંઘની જેવી જ લાગી રહી છે.’


ધોનીના આ નવા લુકમાં તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.