West Indies head coach Phil Simmons: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઇસીસી ટી20 વર્લ્ડકપની શરૂઆતની સાથે જ ક્રિકેટને લગતા નવા નવા સમાચારો સામે આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાંથી ખાસ સમાચાર મળ્યા છે. ટીમના હેડ કૉચ ફિલ સિમૉન્સને કૉચ પદેથી હાંકી કાઢવામાં આવ્યો છે. રિપોર્ટ છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ટીમને મળેલી ભૂંડી હાર અને બાદમાં બહાર થઇ જવાના કારણે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ફિલ સિમૉન્સને આગળ ના ચલાવવા માટે ચર્ચા પુરી દીધી છે. 


ખાસ વાત છે કે, હાલમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે છેલ્લા કેટલાક સમયથી એકદમ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે, બોર્ડે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે ટીમના હેડ કૉચ તરીકે ફિલ સિમૉન્સને કમાન સોંપી હતી, પરંતુ પ્રદર્શન સતત ખરાબ રહ્યુ હતુ, આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સીરીઝ કૉચ તરીકે ફિલ સિમૉન્સની છેલ્લી હશે. 






તાજેતરમા જ રમાયેલી ટી20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ સુપર 12માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી, રાઉન્ડ વનની ક્વૉલિફાયર મેચોમાં જ કેરેબિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પહેલા સ્કૉટલેન્ડે 42 રનથી વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યુ અને બીજીવાર આયરલેન્ડે તેને 9 વિકેટથી હાર આપી હતી. આમ ક્વૉલિફાયર રાઉન્ડમાં બે મેચોમાં મળેલા પરાજાય બાદ ગૃપ સ્ટેજની રાઉન્ડ વન મેચોમાંથી જ વિન્ડિઝને જ બહાર થઇ જવુ પડ્યુ હતુ.  


ખાસ વાત છે કે, ફિલ સિમૉન્સનો વિન્ડિઝ ટીમ સાથેનો કાર્યકાળ હજુ પુરો નથી થયો પરંતુ, ટી20 વર્લ્ડકપમાં મળેલી એકપછી એક ભૂંડી હારથી કેરેબિયન ક્રિકેટ બોર્ડ ગિન્નાયુ હતુ અને તેમને અધવચ્ચેથી જ ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, સિમૉન્સ હજુ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં કામ કરવાની ઇચ્છા રાખી રહ્યાં હતા.


 


T20 WC 2022 Points Table: ગૃપ-1માં ન્યૂઝીલેન્ડ છે નંબર-1, જાણો ગૃપ-2માં શું છે ભારતની સ્થિતિ..............


T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)ની સુપર-12 રાઉન્ડની તમામ ટીમો એક-એક મેચ રમી ચૂકી છે. આ ટીમો બે ગૃપોમાં વહેંચાયેલી છે. ગૃપ 1માં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે, તો ગૃપ 2માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ સામેલ છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગૃપ 5ની બાકી પાંચ ટીમો એક એક મેચ રમશે. દરેક ગૃપની ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.  


ગૃપ-1 પૉઇન્ટ્સ ટેબલ - 
ગૃપ 1માં હાલમાં ન્યૂઝીલેન્ડ ટૉપ પર છે, કિવી ટીમે સુપર 12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાના કરારી હાર આપી હતી, આ ગૃપમાં જો ઓસ્ટ્રેલિયા એક મેચ વધુ હારે છે, તો તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ શકે છે.  


ગૃપ-2 પૉઇન્ટ્સ ટેબલ -
ગૃપ 2માં દક્ષિણ આફ્રિકાને મોટુ નુકશાન થયુ છે, ઝિમ્બાબ્વેની વિરુદ્ધ તેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આવામાં બન્ને ટીમોને સરખા પૉઇન્ટ મળ્યા, આ મેચ પરિણામ વિનાની રહેવાથી ભારત-પાકિસ્તાનની ટીમોને ફાયદો થશે.