Diwali 2022: દિવાળીનો તહેવાર આ વખતે પણ ભારતમાં પુરજોશમાં મનાવવામાં આવ્યો. રોશનીનો આ તહેવાર સામાન્ય માણસોથી લઇને નેતાઓ, અભિનેતાઓ અને ક્રિકેટરોએ પણ શાનદાર રીતે મનાવ્યો. ભારતીય ટીમ અત્યારે ટી20 વર્લ્ડકપ રમી રહી છે, ભારતે દિવાળીના એક દિવસ પહેલા પાકિસ્તાન સામે જીત સાથે જ ભારતીયોને દિવાળીને મોટી ગિફ્ટ આપી દીધી હતી. દિવાળીની શુભેચ્છાઓ ભારતીય ક્રિકેટરોની સાથે સાથે વિદેશી ક્રિકેટરોએ પણ આપી હતી. આમાં ઓસ્ટ્રેલિયન, અફઘાનિસ્તાની અને પાકિસ્તાની ક્રિકેટરો પણ સામેલ હતા. 


ભારતી ખેલાડીઓમાં કિંગ કોહલી અને સચીન તેંદુલકર સહિત કેટલાક ખેલાડીઓએ દિવાળીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. આમાં વિરાટ કોહલીએ ટ્વીટ કરતાં લખ્યું- તમને બધાને દિવાળીની શુભેચ્છાઓ, રોશનીનો તહેવાર તમારા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 






આ ઉપરાંત દિગ્ગજ બેટ્સમેને માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરે ટ્વીટ કરીને લખ્યું- તમામને દિવાળીને શુભેચ્છાઓ, રોશની અને પ્રેમનો આ પર્વ આપણા બધાના જીવમાં ખુશીયો લાંવે. 






ખાસ વાત છે કે, ભારતીય ખેલાડીઓ ઉપરાંત વિદેશી ખેલાડીઓએ પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ ટ્વીટ્સ......