India vs New Zealand 2nd ODI Pitch Report: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી વનડે મેચ રમાશે, આજે બન્ને દેશોની વચ્ચે રાયપુર ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે, અહીં આ પહેલીવાર કોઇ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજ કરવામાં આવ્યુ છે. 


કેવો છે રાયપુરની પીચનો મિજાજ - 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ રાયુપરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રાઉન્ડ પરની પીચની વાત કરીએ તો અહીંની પીચ બેટિંગ અને બેટ્સમેનો માટે ખુબ સારી છે. અહીંની પીચ ટી20 મેચો જેવી હશે, અહીં એવરેજ 170 રન બન્યા હતા. પરંતુ વનડે માટે અહીં પીચ આજની મેચ બાદ ખબર પડશે. માનવામાં આવી રહ્યું છે કે, અહીંની પીચ ટી20ની જેમ મોટા સ્કૉર માટે અનુકુળ રહેશે.


પીચના મિજાજને લઇને કહીએ તો, અહીં જેમ જેમ રમત આગળ વધશે, તેમ તેમ પીચ ધીમી થઇ શકે છે. જેનો અર્થ એ છે કે, અહીં ફાસ્ટ બૉલરોની અપેક્ષા કરતાં સ્પીનર્સ કારગર સાબિત થઇ શકે છે. સ્પીનર બૉલર મેચ દરમિયાન ધીમા અને કટર જેવા બૉલનો ઉપયોગ કરીને હાવી બની શકે છે. ટૉસની વાત કરીએ તો અહીં ટૉસ જીતનારી ટીમ રણનીતિ અનુસાર પહેલા બેટિંગ કરવા માંગશે, પહેલા બેટિંગ કરીને મોટો સ્કૉર કરી દેશે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ પર સ્પીનર્સ દ્વારા દબાણ બનાવી શકે છે.


ભારતીય જમીન પર ન્યૂઝીલેન્ડ એકવાર પણ નથી જીતી શકી વનડે સીરીઝ, અત્યાર સુધી કેટલી સીરીઝ રમી અહીં.......
ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય કીવી ટીમ ભારતમાં વનડે સીરીઝી જીતી નથી શકી. ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે. 


ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે.