Women T20 World Cup, IND vs PAK: મહિલા ટી20 વર્લ્ડકપ (Women T20 World Cup)ની શરૂઆત આજથી (10 ફેબ્રુઆરીથી)થી થઇ રહી છે. સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ આજે પોતાની પહેલી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આજની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાનમાં જબરદસ્ત ટક્કર જોવા મળશે. 


આજની મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યાથી થશે. બન્ને ચીર પ્રતિદ્વંદ્વી ટીમો ટૂર્નામેન્ટની શરૂઆત એકબીજા સામે કરશે. જાણો ભારત -  પાકિસ્તાન વચ્ચે હેડ ટૂ હેડ આંકડા અને કેવી છે પીચ ડિટેલ્સ.... 


કેવો છે આજની પીચનો મિજાજ - 
સાઉથ આફ્રિકાના ન્યૂઝીલેન્ડની પીચને લઇને મેચ પહેલા મોટુ અપડેટ સામે આવ્યુ છે. આજની પીચ સારી છે, સારી હોવાની વાત પીચ ક્યૂરેટર કરી છે, જોકે આમ છતાં આ મેચ હાઇ સ્કૉરિંગ નહી રહે, કેમ કે રમત દરમિયાન પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ શકે છે. અહીં પહેલા બેટિંગ કરનારી ટીમને જીતની આશા વધુ રહેશે. 


ભારત-પાકિસ્તાન મહિલા ટીમના હેડ ટૂ હેડ આંકડા - 
હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ગૃપ બીમાં છે. આ ગૃપમાં ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે. 


ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓવરઓલ ટી20 મેચોમાં ભારતીય મહિલા ટીમની પક્કડ હંમેશા મજબૂત રહી છે. હાલમાં ભારતીય મહિલા ટીમ ટી20માં આંતરરાષ્ટ્રીય ટી20 રેન્કિંગમાં ચોથા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમની રેન્ક 7માં નંબરની છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનુ પ્રદર્શન પાકિસ્તાનની સરખામણીમાં ખુબ સારુ રહ્યુ છે. 


ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ


ગ્રુપ-2 - 
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ