નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે 11મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચ બે એવી ટીમો વચ્ચે રમાવવા જઇ રહી છે, જેમાં એક ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર છે અને બીજી ટીમ છેલ્લા નંબર પર. દિલ્હીએ પોતાની બન્ને મેચોમા જીત નોંધાવી છે, જ્યારે હૈદારબાદ આખી ટૂર્નામેન્ટમાં એક એવી એકલી ટીમ છે જેને હજુ સુધી જીત નથી મળી.
દિલ્હીની વાત કરીએ તો ટીમ એકદમ જબરદસ્ત ફોર્મમાં છે, સાથે ટીમમાં કેટલાય મેચ વિનર ખેલાડીઓ છે. જ્યારે બીજીબાજુ હૈદરાબાદની વાત કરીએ તો ટીમ સંઘર્ષ કરતી દેખાઇ રહી છે. ટીમ બેટિંગ અને બૉલિંગ બન્ને બાજુથી કમજોર દેખાઇ રહી છે, જેના કારણે આગળની મેચો ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી આજની મેચમાં હૈદરાબાદ જીત માટે તમામ કોશિશો કરી શકે છે.
આજની મેચમાં આવી હોઇ શકે છે બન્ને ટીમનો સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સઃ- શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શૉ, ઋષભ પંત (વિકેટકીપર), શિખર ધવન, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, માર્કસ સ્ટૉઇનિસ, અમિત મિશ્રા, આવેશ ખાન, કગિસો, રબાડા, મોહિત શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ- ડેવિડ વોર્નર (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જૉની બેયરર્સ્ટો, મનિષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ખલીલ અહેમદ, વિજય શંકર, પ્રિયમ ગર્ગ, સંદીપ શર્મા, ટી નટરાજન.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
આઇપીએલમાં આજે દિલ્હી સામે ટકરાશે હૈદરાબાદની ટીમ, જાણો બન્નેની કેવી હશે પ્લેઇંગ ઇલેવન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 04:01 PM (IST)
આજની મેચ બે એવી ટીમો વચ્ચે રમાવવા જઇ રહી છે, જેમાં એક ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર છે અને બીજી ટીમ છેલ્લા નંબર પર
- - - - - - - - - Advertisement - - - - - - - - -