કેકેઆરની જીત બાદ તે રેસમાં હજુ ટકી છે. હવે તેને મુંબઇ ઇન્ડિન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે, આશા રાખવી પડશે કે મુંબઇ જીતે. આ પહેલા ચેન્નાઇએ પંજાબને 9 વિકેટે હરાવતા પંજાબ રેસમાંથી બહાર થઇ ગઇ છે.
મંગળવાર છે મહત્વનો
અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સ જ એકલી એવી ટીમ છે જેને 16 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. સોમવારે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે મેચ રમાવવાની છે, અને આ મેચની વિજેતા ટીમને સીધી પ્લેઓફમાં એન્ટ્રી મળી જશે.
પ્લેઓફમાં જગ્યા બનાવનારી બાકીની બે ટીમોનો ફેંસલો મંગળવારે રમાનારી મેચોમાં આવી જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે મેચ રમાશે. જો હૈદરાબાદ મુંબઇની સામે હારશે તો આરસીબી, કેકેઆર અને દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવશે. જો હૈદરાબાદ જીતી જશે તો બેસ્ટ રનરેટના આધારે હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધુ રહેશે.