આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને યુએઇના પ્રવાસે રવાના થશે. આવતી કાલે ફ્રાન્સના Bastille Day Paradeમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી ફ્રાન્સ ઉપરાંત યુએઈની પણ મુલાકાત લેશે. PM મોદી  13 અને 14 તારીખે ફ્રાન્સમાં રહેશે. આ દરમિયાન પીએમ મોદી 14 જૂલાઈએ ફ્રાન્સમાં Bastille Day Paradeમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ફ્રાન્સ બાદ પીએમ મોદી 15 જૂલાઈએ યુએઈ જશે.


પહેલા દિવસે જ ભારતીય સમુદાયને મળશે






ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર પીએમ મોદી આજે ફ્રાન્સ જવા રવાના થશે. મેક્રોન પીએમ મોદીના સન્માનમાં રાજકીય ભોજન સમારંભ તેમજ પ્રાઇવેટ ડિનરનું આયોજન કરશે. પીએમની ફ્રાન્સની મુલાકાતને વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક મોરચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક પગલા તરીકે જોવામાં આવી રહી છે. ફ્રાન્સ પ્રવાસ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનની ઇચ્છા ચીન પરની નિર્ભરતા ઘટાડવાની હોઈ શકે છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદી છઠ્ઠી વખત ફ્રાન્સ જઈ રહ્યા છે. તેઓ ગુરુવારે બપોરે ફ્રાન્સ પહોંચશે અને સાંજે ભારતીય સમુદાયને મળશે.


આ 14-15 જૂલાઈનો કાર્યક્રમ હશે


PM મોદી 14 જૂલાઈના રોજ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ Bastille Day Paradeમાં ભાગ લેશે. ત્યારબાદ ફ્રાન્સના પીએમ સેનેટ અને નેશનલ એસેમ્બલીના પ્રમુખો તેમજ ફ્રેન્ચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ફ્રાન્સથી પરત ફર્યા પછી પીએમ મોદી 15 જૂલાઈના રોજ UAE જશે જ્યાં તેઓ UAEના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ચર્ચા કરશે. આ મુલાકાત ઉર્જા, શિક્ષણ, આરોગ્ય, ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની તક આપશે.


વ્યવસાયિક સંબંધો વધારવા પર ભાર


ભારત અને ફ્રાન્સ વચ્ચે ઊંડા વ્યૂહાત્મક સંબંધો હોવા છતાં બંને વચ્ચેના વ્યાપારી સંબંધો બહુ પ્રોત્સાહક નથી. 2010 થી 2021 સુધીમાં બંને દેશોના દ્વિપક્ષીય વેપારમાં લગભગ 4 બિલિયન ડોલરનો વધારો થયો છે. વૈશ્વિક સ્તરે બંને દેશો વ્યૂહાત્મક હિતો ધરાવે છે.


પરમાણુ પરીક્ષણ વખતે ફ્રાન્સ ભારતની સાથે હતું


આઝાદી પછી ફ્રાન્સ લાંબા સમય સુધી યુરોપમાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોની શરૂઆત 1998માં થઈ હતી. આ વર્ષે જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોએ ભારત પર પ્રતિબંધો લગાવ્યા હતા. જો કે, ફ્રાન્સ પ્રતિબંધોથી દૂર રહ્યુ પરંતુ સાથે સાથે પ્રતિબંધો હટાવવા માટે મજબૂત લોબિંગ પણ કર્યું હતું. આ રીતે છેલ્લા ત્રણ દાયકામાં ફ્રાન્સ ભારત માટે રશિયા પછી સૌથી મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.