નવી દિલ્હીઃ કોરોનાનો પ્રકોપ આખી દુનિયામાં ચાલી રહ્યો છે, આવામાં ફ્રન્ટલાઇન વૉરિયર્સ પોલીસ અને ડૉક્ટરો રાત દિવસ દેશસેવામાં લાગ્યા છે, લોકોની મદદ કરી રહ્યાં છે. ઠેર ઠેર આ કોરોના યૌદ્ધાઓનુ સન્માન થઇ રહ્યું છે. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનું નામ પણ જોડાઇ ગયુ છે. સચિન અને વિરાટે મહારાષ્ટ્ર પોલીસને ખાસ સન્માન આપ્યુ છે.

મહારાષ્ટ્ર પોલીસના સન્માન માટે સચિન તેંદુલકર અને વિરાટ કોહલીએ પોતાની સોશ્યલ મીડિયા ડીપી (ડિસ્પ્લે પિક્ચર) પર મહારાષ્ટ્ર પોલીસનુ પ્રતિક ચિન્હ લગાવ્યુ છે.

કોહલીએ મુશ્કેલીના સમયે નાગિરકોની મદદ માટે મહારાષ્ટ્ર પોલીસની પ્રસંશા કરતા લોકોને સોશ્યલ મીડિયામાં પોતાના ડીપી પર પોલીસનુ પ્રતિક ચિન્હ લગાવવાનો આગ્રહ કર્યો છે.

વિરાટે લખ્યું- મહારાષ્ટ્ર પોલીસ આપણને કોઇપણ મુશ્કેલીમાં, હુમલાઓ અને તેનાથી બચાવનારી પરિસ્થિતિમાં નાગરિકો સાથે ઉભી રહે છે, આજે તેઓ રૉડ પર ઉભા રહીને કોરોનાથી લોકોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે મે તેમનુ ચિન્હ ડીપી પર લગાવવાનો નિર્ણય કર્યો છે, આ પ્રયાસમાં તમે મારો સાથ આપો.



કોહલી બાદ સચિને પણ ડીપી ચેન્જ કરતા લખ્યું- આખા ભારત અને મહારાષ્ટ્ર પોલીસના જવાનોનો આભાર, જે આપણને સુરક્ષિત રાખવા માટે 24/7 (અઠવાડિયાના સાતેય દિવસ અને ચોવીસ કલાક) અથાક પ્રયાસ કરી રહ્યાં છે, જય હિન્દ.