IND vs ENG, T20 WC Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે આ મેચ એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. બન્ને ટીમો વચ્ચે આ 23મી ટી20 મેચ હશે. આ પહેલા બન્ને ટીમો ટીમો વચ્ચે 22 ટી20 મેચો રમાઇ ચૂકી છે. જેમાં ભારત 12 અને ઇંગ્લેન્ડ 10 મેચોમાં જીત મેળવવામાં સફળ રહ્યું છે, એટલે કહી શકાય કે આજની ટક્કર જોરદાર રહેવાની છે. 


ટી20 વર્લ્ડકપ 2022ની વાત કરીએ તો બન્ને ટીમોની સફર શાનદાર રહી છે, બન્ને ટીમોએ અત્યાર સુધી માત્ર એક જ મેચ ગુમાવી છે, અને સેમિ ફાઇનલ સુધી પહોંચી છે. સુપર 12 રાઉન્ડમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકાએ હાર આપી હતી, તો ઇંગ્લેન્ડને આયરલેન્ડે ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે હરાવ્યુ હતુ. આ મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. હાલમાં બન્ને ટીમો જોરદાર લયમાં છે, બન્ને ટીમોની બેટિંગ, ફિલ્ડિંગ અને બૉલિંગ સંતુલિત દેખાઇ રહી છે. જાણો આજની મેચમાં બન્ને ટીમોમાં કયા કયા 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન.........


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


આજે બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર -
ટીમ ઇન્ડિયા આજની સેમિ ફાઇનલમાં ફરી એકવાર એક ફેરફાર કરી શકે છે. આજે ઋષભ પંતની જગ્યાએ ફરી એકવાર દિનેશ કાર્તિકને મોકો મળી શકે છે, કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતને સુપર 12ની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમાડ્યો હતો. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક વુડ અને ડેવિડ મલાન બન્ને ફિટ નથી. બની શકે છે કે આ બન્નેના રિપ્લેસમેન્ટમાં બટલર અન્ય કોઇને રમાડી શકે છે. 


ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ. 


ઇંગ્લેન્ડ ટીમ -
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગ્સટૉન, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.