Mann Ki Baat: વુમન ક્રિકેટની સચિન તેંડુલકર કહેવાતી મિતાલી રાજના કરોડો ફેન્સ છે. હવે પીએમ મોદી પણ તેમના ફેન ગયા છે. તાજેતરમાં મિતાલીએ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેરાત છે. આ અંગે વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજના વખાણ કર્યા છે. તેણે મિતાલી રાજ માટે કહ્યું કે તે અન્ય મહિલાઓ માટે પ્રેરણા છે. મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મિતાલી રાજની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે.


જાણો પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું કે મિતાલી રાજ માત્ર એક સામાન્ય ખેલાડી નથી રહી પરંતુ તેણે અન્ય લોકોને પણ રમવા માટે પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત, તેણે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા વિશે કહ્યું કે તે ફરી એકવાર ચર્ચામાં છે. ઓલમ્પિક બાદ પણ તે એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.


મિતાલી રાજની ક્રિકેટ કારકિર્દી


મિતાલી રાજ ભારતની સૌથી સફળ મહિલા બેટ્સમેન છે. તેણે ભારત માટે 12 ટેસ્ટ મેચમાં 43.68ની એવરેજથી 699 રન બનાવ્યા છે. મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 232 વન ડે મેચ રમી છે, જેમાં તેણે 7805 રન બનાવ્યા છે. મિતાલી રાજના નામે વનડેમાં 64 અર્ધસદી અને 7 સદી છે. મિતાલી રાજે 89 ટી-20 મેચ પણ રમી હતી, જેમાં તેણે 2364 રન બનાવ્યા હતા.


આ રેકોર્ડ પણ છે મિતાલીના નામે


વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. મિતાલી રાજ ભારત માટે સૌથી વધુ સમય સુધી કેપ્ટન રહેનાર ખેલાડી પણ છે. મિતાલી રાજે 155 વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેમાંથી ટીમે 89 મેચ જીતી હતી અને 63 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 8 ટેસ્ટ મેચ અને 32 ટી-20 મેચમાં પણ કેપ્ટનશિપ કરી છે.