Madhya Pradesh vs Mumbai, 2022 Ranji Trophy Final: બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મધ્ય પ્રદેશે ઈતિહાસ રચી દીધો છે. 2022ની રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં મધ્ય પ્રદેશે મુંબઈને 6 વિકેટથી હરાવીને પહેલી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશની ટીમ 1954-55થી રણજી ટ્રોફી રમી રહી છે. ત્યારથી લઈને અત્યાર સુધી મધ્ય પ્રદેશે એક પણ વખત રણજી ટ્રોફી નહોતી જીતી પણ હવે આ દુષ્કાળ આ વર્ષે પુર્ણ થયો છે અને મધ્ય પ્રદેશે 2022ની રણજી ટ્રોફી જીતી લીધી છે. 


જીત માટે 108 રનનો ટાર્ગેટ મળ્યોઃ
રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈએ પહેલાં બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મધ્ય પ્રદેશે રજત પાટીદારના 122, યશ દુબેના 133 અને શુભમ શર્માના 163 રનની મદદથી 536 રન બનાવ્યા હતા. આ સાથે મધ્ય પ્રદેશને પહેલી ઈનિંગમાં 162 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં મુંબઈએ 269 રન જ બનાવ્યા હતા. આ રીતે મધ્ય પ્રદેશને જીત માટે 108 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મધ્ય પ્રદેશના ખેલાડીઓએ ફક્ત 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક મેળવી લીધો હતો અને પહેલી વાર રણજી ટ્રોફી જીતી હતી.


પાટીદારનું શાનદાર પ્રદર્શનઃ
મધ્ય પ્રદેશ માટે પહેલી ઈનિંગમાં શતક લગાવનાર રજત પાટીદારે બીજી ઈનિંગમાં પણ કમાલ કર્યો હતો. રજતે બીજી ઈનિંગમાં 29 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આ દરમિયાન રજતે 4 ચોક્કા લગાવ્યા હતા. આ સિવાય બીજી ઈનિંગમાં હિમાંશુ મંત્રીએ 37 અને શુભમ શર્માએ 30 રન બનાવ્યા હતા.


આ પણ વાંચોઃ


India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના


Surat: ગોપાલ ઇટાલીયા સહિત આપના અનેક નેતાઓને પોલીસે કર્યા ડિટેન, જાણો શું છે મામલો


Rajendra Nagar Bypoll Result: રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પર AAPનો જલવો, દુર્ગેશ પાઠકે મેળવી જીત