નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન મેદાનમાં આજે વિરાટ એન્ડ કંપની કિવી ટીમને તેમના જ ઘરે ટી20 સીરીઝમાં માત આપવા મેદાનમાં ઉતરશે. પ્રથમ બે ટી20 જીત્યા બાદ ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં દેખાઇ રહી છે. ત્યારે ત્રીજી ટી20માં કઇ ટીમને લઇને કોહલી મેદાનમાં ઉતરશે, તેની અહીં સંભવિત પ્લેઇંગ ઇલેવન બતાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20 મેચોની સીરીઝ છે, જેમાં પ્રથમ બે ટી20 મેચ ભારતીય ટીમ જબરદસ્ત રીતે જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે.



ભારતીય ટીમની નજર આજની મેચ જીતીને પ્રથમવાર ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ જીતવા પર રહેશે, વળી ન્યૂઝીલેન્ડ આજની ટી20 જીતીને સીરીઝમાં ટકી રહેવા પ્રયાસ કરશે.



ત્રીજી ટી20 માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર.