BCCI Annual Contract List: ભારતીય ક્રિકેટ કેન્ટ્રૉલ બોર્ડે (BCCI) ક્રિકેટર્સના વાર્ષિક કૉન્ટ્રાક્ટને લઇને મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણેને વર્ષ 2022ના વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં ડિમૉશન મળ્યુ છે. એટલુ જ નહીં નહીં ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ મોટુ નુકસાન થયુ છે. હાર્દિકને પણ સી ગ્રેડમાં સીધો નાંખી દેવામાં આવ્યો છે. આ પહેલાં આ ત્રણ ખેલાડીને ગ્રેડ A કોન્ટ્રેક્ટ મળ્યો હતો, પરંતુ નવા કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં રહાણે અને પૂજારા ગ્રેડ Bમાં આવી ગયા છે. તો પંડયાને ગ્રેડ Cમાં નાંખી દેવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને ગ્રેડ Bથી ડિમોટ કરીને ગ્રેડ Cમાં રાખવામાં આવ્યો છે.


પુજારા-રહાણે ટીમમાંથી બહાર થતાં જ થયુ નુકશાન- 
ગુજરાતી ક્રિકેટર અને ટેસ્ટનો મહાન બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રાહણે આ વખતે શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટમાંથી બહાર છે. પૂજારા અને રહાણેએ વર્ષ 2021માં 16 ટેસ્ટ મેચમાં માત્ર 810 રન બનાવ્યા. આ દરમિયાન તેની સરેરાશ 27.93 રહી અને તેમાં એક પણ સેન્ચુરી નથી. રહાણેની પણ આવી હાલત છે.તેને 2021થી અત્યાર સુધીમાં 15 ટેસ્ટ મેચમાં 20.25ની સરેરાશથી 547 રન બનાવ્યા છે. તેના નામે પણ કોઈ સેન્ચુરી નથી. બન્નેના ખરાબના કારણે તેમને મોટુ નુકશાન પહોંચ્યુ છે. 


જાણો કઇ કેટેગરીમાં કેટલો મળે છે પગાર- 
બીસીસીઆઇ વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં ચાર કેટેગરી છે, જેમાં સૌથી ઊંચી કેટેગરી A+ છે, જેમાં સામેલ ખેલાડીઓને 7-7 કરોડ રૂપિયા મળે છે. A કેટેગરીના ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ Bમાં 3 કરોડ અને ગ્રેડ Cમાં 1 કરોડ રૂપિયા મળે છે. ખેલાડીઓનું ફોર્મ અને ટીમ ઈન્ડિયામાં તેમની જરૂરિયાતના આધારે ગ્રેડ નક્કી કરવામાં આવે છે.


આ પણ વાંચો....... 


ગુજરાતના આ ક્રિકેટરને BCCIના કૉન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં મૂકી દેવાયો, પૂજારા-રહાણેના ગ્રેડ પણ ઘટ્યા


Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત


Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન


Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન


ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા


CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો કેટલો છે પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે