નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ કાઉન્ટી ગ્લૂસ્ટરશાયરે કોરોના વાયરસને કારણે ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારા સાથેનો કરાર રદ્દ કર્યો છે. પુજારાને કાઉન્ટીની સાથે છ ચેમ્પિયનશિપ મેચ રમવાની હતી. ગ્લૂસ્ટરશાયરની સાથે તેનો કરાર 12 એપ્રિલથી 22 મે સુધીનો હતો.


ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, “અમે 2020 સીઝનમાં ચેતેશ્વર પુજારાની શાનદાર બેટિંગ નહીં જોઈ શકીએ. જેમ કે તમે જાણો છો કો મે-2020 સુધી કોઈ ક્રિકેટ રમાવાની નથી. કોવિડ-19નો પ્રભાવ સમગ્ર દેશમાં હાલમાં વધી રહ્યો છે અને અમે તેને લઈને સત્ય સ્વીકારવું પડશે કારણ કે બની શકે કે ક્રિકેટર વગર આ કાર્યકાળ વધી જાય.”

કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન એકને કોરોના વાયરસને કારણે સ્થગિત કરવી પડી હતી. આ ચેમ્પિયનશિપ 12 એપ્રિલના રોજ રમાવાની હતી. પુજારા આ પહેલા ઇંગ્લેન્ડમાં ડર્બીશાયર, યોર્કશાયર અને નોટિંઘમશાયર વિરૂદ્ધ રમી ચૂક્યો છે.

ભારતીય ટેસ્ટ ટીમના પ્રમુખ ખેલાડી પુજારા પોતાની ટેકનીકને કારણે બેટિંગને મજબૂતી આપવામાં સક્ષણ ગણાય છે. 32 વર્ષના પુજારા કરાર મેળવવા પર ઘણાં ઉત્સાહિત હતા, પરંતુ કોરોનાના મારને કારણે તેને નિરાશા હાથ લાગી છે.