રાહુલ દ્રવિડના બંને પુત્રો હાલમાં પ્રોફેશનલ ક્રિકેટમાં પોતાનું નામ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટનના નાના પુત્ર અન્વયે ફરી એકવાર પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. અન્વયે ફરી એકવાર વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સદી ફટકારી છે. અન્વયે પંજાબ સામે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. અમદાવાદના ADSA રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તેણે 110 રનની અણનમ ઇનિંગ આવી. અન્વયે આ ઇનિંગમાં 234 બોલ રમ્યો અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

અન્વયે સદી ફટકારી પણ તેની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહીં. આ ક્વાર્ટર ફાઇનલ મેચ હતી અને પંજાબે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 742 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કર્ણાટકની ટીમ ફક્ત 280 રન જ બનાવી શકી હતી. આ ત્રણ દિવસીય મેચમાં જે ટીમ લીડ લે છે તે આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે પછી ભલે મેચ ડ્રો થાય. કર્ણાટક સાથે પણ કંઈક આવું જ બન્યું અને સ્વાભાવિક રીતે જ અન્વય આનાથી દુઃખી થયો હતો.

અન્વયે 459 રન કર્યા

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે અન્વય દ્રવિડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 459 રન કરીને ટોચ પર રહ્યો હતો. અન્વયે 8 ઇનિંગ્સમાં 91.80 ની સરેરાશથી આ રન કર્યા હતા. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. અન્વયે તેની ઇનિંગમાં 46 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જો અન્વય આ રીતે પ્રદર્શન કરતો રહેશે, તો તે ટૂંક સમયમાં જૂનિયર ક્રિકેટથી લઈને યુવા ક્રિકેટ સુધી પોતાની તાકાત બતાવશે.

અન્વયે પંજાબ સામે સદી ફટકારી હતી એટલું જ નહીં, પરંતુ વિરોધી ટીમે પણ શાનદાર બેટિંગ કરી હતી. પંજાબના ઓપનર ગુરસિમરન સિંહે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેમના સિવાય પંજાબના 6 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. પંજાબે 246.3 ઓવર સુધી બેટિંગ કરી અને 742 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.                                      

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?