નવી દિલ્હીઃ આઇપીએલમાં રવિવારનો દિવસ રોમાંચક રહ્યો, હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં મેચ વિનર રાહુલ તેવટિયાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હૈદરાબાદના બૉલર ખલીલ અહેમદ સાથે ઝઘડતો દેખાઇ રહ્યો છે. ખાસ વાત છે કે રાહુલ તેવટિયાએ રાજસ્થાનની હારની બાજી જીતમાં પલટી દીધી, તેને 45 રનના ધમાકેદાર ઇનિંગ રમી હતી.

હૈદરાબાદ તરફથી મળેલા 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ એકસમયે હારની નજીક પહોંચી ચૂકી હતી. પરંતુ સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ 28 બૉલમાં 45 રનની ઇનિંગ રમી અને હીરો બની ગયો હતો. રાહુલ અને પ્રયાગ વચ્ચે 85 રનની પાર્ટનરશીપ થઇ હતી.

છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 8 રન જોઇતા હતા, અને છેલ્લી ઓવરના ચોથા બૉલ પર રાહુલ તેવટિયાએ બે રન લેવાની કોશિશ કરી હતી, તે દરમિયાન હૈદરાબાદના બૉલર ખલીલ અહેમદ અને રાહુલ તેવટિયા વચ્ચે ઝઘડો થઇ ગયો હતો.

ફાઇલ તસવીર

બાદમાં પાંચમાં બૉલ પર પરગે છગ્ગો ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી, પરાગે છગ્ગો ફટકાર્યો તરતજ રાહુલ તેવટિયા અને ખલીલ વચ્ચે ઝઘડો વધી ગયો હતો, પરંતુ તે સમયે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે મામલો સંભાળી લીધો હતો. વોર્નરે બન્ને ખેલાડીઓને શાંત કરાવ્યા હતા.



મેચ બાદ જોકે બન્ને ખેલાડીઓએ ખેલ ભાવનાનું પ્રદર્શન પણ કર્યુ હતુ. ખલીલ અહેમદે રાહુલ તેવટિયાની પાસે જઇને તેને ગળે લગાવ્યો હતો. રાહુલ તેવટિયાએ પણ તે સમયે ઝઘડાને ભૂલાવી દીધો. રાહુલ તેવટિયાએ કહ્યું કે તે સમયે મેચનો માહોલ ગરમ હોવાથી ખલીલ સાથે ઝઘડો થઇ ગયો હતો.