Raigarh News: તાજેતરમાં જ આઇપીએલમાં પોતાની ટીમને પાંચમી વાર ચેમ્પીયન બનાવનારા ધોની ચર્ચા દેશ જ નહીં દુનિયામાં પણ થઇ રહી છે. હવે આ દિવાનગી ભારતીય ફેનના લગ્ન પ્રસંગે પણ જોવા મળી છે. મહેન્દ્ર સિંહ ધોનીના (Mahendra Singh Dhoni) એક ફેને પોતાની લગ્નની કંકોત્રી પર ધોનીની તસવીર છપાઈ છે, અને તેને ખુદ આ લગ્નની કંકોત્રી અત્યારે સોશ્યલ મીડિયા પર પર વાયરલ કરી છે. 


ખરેખર, આ ફેન છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રહેવાસી છે. ધોનીના આ ફેનનું નામ દીપક પટેલ છે, અને તે આગામી 5 થી 7 જૂન દરમિયાન લગ્ન કરી રહ્યો છે. દીપક પોતાના લગ્નનું કાર્ડ તેના આઈડલ ધોનીને આપવા માંગે છે અને તેની શુભકામનાઓ મેળવવા માંગે છે, તેથી તેને પોતાનો જુસ્સો બતાવવાની અનોખી રીત અપનાવી છે. તેને પોતાના લગ્નના કાર્ડમાં માહીનો ફોટો પ્રિન્ટ કરાવ્યો, એટલુ જ નહીં તેને તેની આગળ અને પાછળનો જર્સી નંબર તેમજ કાર્ડ પર થાલા પણ લખાવડાવ્યુ છે.




જ્યારે આ લગ્નની કંકોત્રીનું કાર્ડ સોશ્યલ મીડિયા પર વાયરલ થયું ત્યારે માહીના ફેન દીપક પટેલે એક વીડિયો શેર કર્યો હતો, આમાં તેને જણાવ્યું કે તે રાયગઢ જિલ્લાના તમનાર બ્લૉકના કૉડકેલ ગામનો રહેવાસી છે. તે એક ક્રિકેટર પણ છે અને તેની ટીમનો કેપ્ટન પણ છે. તે આજુબાજુની ક્રિકેટ સ્પર્ધાઓમાં રમે છે અને તેને કેટલીય ટ્રૉફી જીતી છે. તેને કહ્યું છે કે ધોની એક મહાન કેપ્ટન હતો. હું આજ સુધી તેને મળ્યો નથી. તેને કહ્યું કે આજ સુધી મેં તેની કોઈ મેચ ગ્રાઉન્ડ પર જોઈ નથી. હું તેને મારા હૃદયના ચાહું છું, મે તેમના પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરવાનો એક નાનો રસ્તો શોધ્યો છે. મેં લગ્નના કાર્ડમાં તેની તસવીર છપાવી છે. હું ઈચ્છું છું કે મારું લગ્નનું કાર્ડ કોઈક રીતે તેમના સુધી પહોંચે અને તેમની શુભકામનાઓ મળે. મારા માટે તે પૂરતું છે.






--