GT vs LSG, IPL 2023, Rashid Khan Catch: IPL 2023 ની 51મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે  આ મેચમાં ગુજરાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે શાનદાર ઇનિંગ્સ રમી હતી.


અદ્ભુત કેચ


228 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ આક્રમણ શરૂ કરી દીધું હતું. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઓપનિંગ કરવા આવેલા ક્વિન્ટન ડિકોકે કાયલ મેયર્સ સાથે મળીને પોતાની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. LSGની પ્રથમ વિકેટ 9મી ઓવરના બીજા બોલ પર પડી હતી. રાશિદ ખાને મોહિત શર્માના બોલ પર મેયર્સનો આશ્ચર્યજનક કેચ કર્યો હતો. બેટની ટોચની કિનારી લઈને બોલ સ્ક્વેર લેગ તરફ ગયો. ડીપ પર રહેલા  રાશિદ ખાને દોડીને ખૂબ જ શાનદાર કેચ પકડ્યો હતો. આ કેચનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


વિરાટ કોહલીએ પણ વખાણ કર્યા






રાશિદના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્ડિંગ જોઈને ક્રિકેટ પ્રેમીઓ રાશિદના વખાણ કરતા થાકતા નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ અફઘાની ઓલરાઉન્ડરની ફિલ્ડિંગના ચાહક બની ગયો છે.   ગુજરાત ટાઈટન્સના વાઇસ કેપ્ટનની ફિલ્ડિંગ પર વિરાટની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર રાશિદ ખાનના કેચને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેચ ગણાવ્યો હતો. આ પહેલા ચોથી ઓવરના પાંચમા બોલ પર રાશિદે મેયર્સનો કેચ છોડ્યો હતો. 




ગુજરાતે લખનૌને 56 રને હરાવ્યું


ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરીને ગુજરાતે શુભમન ગિલના અણનમ 94 અને રિદ્ધિમાન સાહાના 81 રનની મદદથી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 8 ઓવરમાં કોઈ પણ વિકેટ વિના 88 રન બનાવ્યા બાદ નિર્ધારિત 20 ઓવરના અંતે 171 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. મોહિતે ચાર ઓવરમાં માત્ર 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી.


228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ક્વિન્ટન ડી કોક લખનૌની ટીમ તરફથી આ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરવા કાયલ મેયર્સ સાથે મેદાન પર આવ્યો હતો. બંનેએ ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પ્રથમ 6 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના સ્કોર 72 રન સુધી પહોંચાડ્યો. લખનૌની ટીમને આ મેચમાં પહેલો ફટકો ઇનિંગ્સની 9મી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે 48ના અંગત સ્કોર પર કાયલ મેયર્સ મોહિત શર્માના હાથે તેનો શિકાર બન્યો.