ગુજરાત ટાઈટન્સના રાશિદ ખાને કોલકાતા નાઈટ રાઈઝર્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે  IPL 2023માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રાશિદે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં રાશિદ  ટીમની કમાન સંભાળી રહ્યો છે. તે લીગમાં હેટ્રિક લેનારો ત્રીજો કેપ્ટન બની ગયો છે.


ત્રણ મોટી વિકેટ લીધી


રાશિદ ખાને કોલકાતાની ઇનિંગ્સની 17મી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આન્દ્રે રસેલ પ્રથમ બોલ પર તેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણ ક્રિઝ પર આવ્યો હતો. તેનો કેચ બાઉન્ડ્રી લાઇન પર પકડાયો હતો. ત્યાર બાદ શાર્દુલ ઠાકુર આવ્યો  જેણે છેલ્લી મેચમાં 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. રશીદે તેને ગુગલી પર એલબીડબલ્યુ કર્યો. ડીઆરએસ પણ રાશિદને બચાવી શક્યું ન હતું અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.