India Pakistan World Championship 1985 Final:  ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને 1985માં બેન્સન એન્ડ હેજિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ (ભારત-પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયનશિપ 1985 ફાઇનલ)માં પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે રવિ શાસ્ત્રીને (Ravi Shastri) ગોલ્ડન 'Audi 100 Car' ભેટમાં આપવામાં આવી હતી. શાસ્ત્રીએ હવે આ મેચ સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, કેવી રીતે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદે ફાઇનલમાં સ્લેજિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.


મિયાંદાદે આ વાત કહી હતીઃ
શાસ્ત્રીએ કહ્યું કે, 1985ની બેન્સન એન્ડ હેજીસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા માટે અમને 15-20 રનની જરૂર હતી. હું ફિલ્ડ સેટિંગ જોવા માટે સ્ક્વેર લેગમાં જતો હતો. પાકિસ્તાનનો કેપ્ટન જાવેદ મિયાંદાદ મિડવિકેટ પર હતો. મિયાંદાદે મને કહ્યું કે, તું વારંવાર ત્યાં શું જોઈ રહ્યો છે. તું કારને કેમ જોઈ રહ્યો છે? તે તને મળવાની નથી. પછી મેં જાવેદને કહ્યું કે, જાવેદ કાર મારી તરફ જ આવી રહી છે.


શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુંઃ
રવિ શાસ્ત્રીએ બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેમણે આ મેચમાં અણનમ 63 રનની ઇનિંગ રમી અને 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં તેમણે 5 મેચમાં 45.50ની એવરેજથી 182 રન બનાવ્યા અને 8 વિકેટ પણ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે રવિ શાસ્ત્રીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેમને ઓડી કાર આપવામાં આવી હતી. આ કારથી ભારતીય ખેલાડીઓએ મેદાનમાં ચક્કર લગાવ્યું હતું.


આ પણ વાંચોઃ


Shahrukh Khan Covid Positive: બોલિવુડનો સુપર સ્ટાર શાહરૂખ ખાન આવ્યો કોરોનાની ઝપેટમાં, જાણો વિગત