T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પહોંચવાની ભારતીય ટીમની આશા હજુ જીવંત છે. ભારતે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. અગાઉ, ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું, ત્યારબાદ સ્કોટલેન્ડને 81 બોલ બાકી રહેતા 8 વિકેટે હરાવ્યું હતું, અને ટીમની ને રનટે ગ્રુપમાં સૌથી શ્રેષ્ઠ બની ગઈ છે.
જો કે આ પછી પણ ભારતીય ટીમનું ભાગ્ય તેના હાથમાં નથી. તમામની નજર 7 નવેમ્બરે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર રહેશે. આ મેચ અબુ ધાબીમાં રમાશે. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતી જશે તો તે પાકિસ્તાન સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે અને ભારતનું અંતિમ ચારમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ જશે. પરંતુ જો અફઘાનિસ્તાન જીતી જશે તો ભારત પાસે નામિબિયાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની તક રહેશે. જો ભારત નામિબિયાને સારા માર્જિનથી હરાવશે તો તે આગળ જશે.
આ મેચમાં રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિન્દ્ર જાડેજાને આને લગતો સવાલ પૂછવામાં આવ્યો હતો. એક પત્રકારે જાડેજાને પૂછ્યું કે જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે ન હારે તો શું થશે? આ પછી ઓલરાઉન્ડરે ફની જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો આમ નહીં થાય તો અમે બેગ પેક કરીને પાછા જઈશું.
આવી હતી વાતચીત
સવાલ: અત્યારે વાત ચાલી રહી છે કે જો ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે હારી જશે તો આપણને તક મળશે. પરંતુ જો ન્યુઝીલેન્ડ હારી જાય તો?
રવીન્દ્ર જાડેજા: પછી બેગ પેક કરીને ઘરે જશું બીજું શું?
આ દરમિયાન જાડેજા ભારતીય બોલિંગનો સ્ટાર રહ્યો હતો. તેણે સ્કોટલેન્ડ સામે 15 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સ્કોટલેન્ડને 85 રનમાં આઉટ કરી દીધું હતું. જાડેજા ઉપરાંત મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે પણ વિકેટ લીધી હતી.
ભારતે તેનો નેટ રન રેટ સુધારવા માટે આ લક્ષ્યને વહેલું હાંસલ કરવું પડ્યું હતું. રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. રાહુલે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારતે આ લક્ષ્યાંક 6.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હવે ભારતની સંપૂર્ણ આશા ન્યૂઝીલેન્ડને હરાવવા માટે અફઘાનિસ્તાન પર ટકેલી છે.