IND vs SL 1st T20: શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ 62 રનથી જીત મેળવી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 137 રન બનાવી શકી હતી. આ સાથે ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારત તરફથી ઇશાન કિશને શાનદાર 89 અને શ્રેયસ ઐય્યરે અણનમ 57 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમા ભુવનેશ્વર કુમારે અને વેંકટેશ ઐય્યરે બે-બે વિકેટ ઝડપી હતી.



ત્રણ મહિના પછી વાપસી કરી રહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બેટિંગથી સારુ પ્રદર્શન કરવાની તક મળી નહોતી. પરંતુ તેણે બોલિંગમાં સારુ પ્રદર્શન કર્યું હતુ. તેણે પોતાની બીજી જ ઓવરમાં જ શ્રીલંકાને ઝટકો આપ્યો હતો. જાડેજાએ શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચંદીમલને આઉટ કર્યા બાદ પુષ્પા સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. નોંધનીય છે કે  સાઉથની લોકપ્રિય ફિલ્મ પુષ્પા ધ રાઇઝને લોકોએ ખૂબ પસંદ કરી હતી.


પુષ્પા સ્ટાઇલમાં જાડેજાની ઉજવણીને જોઇને કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ થઇ ગયો હતો. રોહિત શર્મા હસતા હસતા જાડેજાને ભેટી પડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ  બાદ ત્રણ મહિનાથી વધુ સમય પછી જાડેજાએ ટીમ ઇન્ડિયા તરફથી ટી-20 મેચ રમી હતી.


 


જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો


 


Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......


 


Ukraine-Russia Crisis: યૂક્રેન હુમલાની વચ્ચે NATOનું મોટુ પગલુ, રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ -લાતવિયા પહોંચી અમેરિકન સેના


 


યુક્રેનના એરપોર્ટ પર રશિયાનો મિસાઈલથી હુમલો, જુઓ લાઈવ Video