ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં દરેક મેચ પછી બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ ખાસ રીતે આપવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ ફોર્મનો વધુ એક ખાસ વીડિયો સામે આવ્યો છે. ફાઈનલ મેચના બેસ્ટ ફિલ્ડર મેડલ વિજેતાનું નામ સામે આવ્યું છે. ફિલ્ડિંગ કોચ ટી દિલીપે નામ જાહેર કરતા પહેલા ટીમના તમામ ખેલાડીઓના વખાણ કર્યા અને કહ્યું કે દરેક મેચમાં ફિલ્ડિંગનું સ્તર વધી રહ્યું છે. ચાલો જાણીએ કે છેલ્લી મેચમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ કોને મળ્યો.
જ્યારે ભારતના ફિલ્ડિંગ કોચ દિલીપે આ એવોર્ડ આપવા માટે વાતચીત શરૂ કરી તો તેમણે કહ્યું કે ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મેદાન પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, ફાઈનલ મેચમાં મેડલ જીતવા માટે માત્ર બે ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. પહેલું નામ રવિન્દ્ર જાડેજાનું અને બીજું નામ કેપ્ટન રોહિત શર્માનું હતું. દિલીપે વધુ સમય ન લીધો અને ઝડપથી રવિંદ્ર જાડેજાને મેડલ વિજેતા જાહેર કર્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતને 252 રનનો ટાર્ગેટ હતો, જે ટીમ ઈન્ડિયાએ 6 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પણ બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ભારત ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.
IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ