RCB vs LSG IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની 1 વિકેટે જીત થઈ હતી.  ટૂર્નામેન્ટમાં લખનઉની આ ત્રીજી જીત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આરસીબી માટે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.  સાથે જ સિરાજ અને પાર્નેલને 3-3 વિકેટ મળી હતી.


માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને લખનઉને શાનદાર જીત અપાવી


213 રનનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆતમાં ખરાબ બેટિંગ જોવા મળી હતી. ટીમે પહેલી જ ઓવરમાં 1 રનમાં કાયલ મેયર્સ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડા પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 10 બોલમાં 9 રન બનાવીને વેઈન પાર્નેલનો શિકાર બન્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા માર્કસ સ્ટોઈનિસે શાનદાર ઈનિંગ રમી હતી.  30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 65 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી.


કેપ્ટન કેએલ રાહુલ અને માર્ક સ્ટોઇનિસે ચોથી વિકેટ માટે 40 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી. જોકે બંને ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યા ન હતા. 11મી ઓવરમાં કર્ણ શર્માએ સ્ટોઈનિસને અને 12મી ઓવરમાં મોહમ્મદ સિરાજે કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલ 20 બોલમાં માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને ટીમને જીતની આશા આપી હતી. પુરણે 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 326.32 હતો. પૂરન અને આયુષ બદોનીએ મળીને છઠ્ઠી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. 



આ પછી 19મી ઓવરમાં સારી બેટિંગ કરી રહેલા આયુષ બદોનીએ હિડ વિકેટ દ્વારા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બદોની 24 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્ક વૂડ (1) અને જયદેવ ઉનડકટ (9)એ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.


RCB બોલિંગ


આ મેચમાં RCC તરફથી મિશ્ર બોલિંગ જોવા મળી હતી. કેટલાક બોલરોએ ઓછા રન ખર્ચ્યા તો કેટલાક બોલરો વધુ ખર્ચાળ હતા. મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય વેઇન પાર્નલે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી તરફ કર્ણ શર્માએ 3 ઓવરમાં 48 રન આપીને સફળતા અપાવી હતી. બાકીના બોલરોમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ ઝડપી હતી.