નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમને અનેક સફળતાઓ અપાવી છે, કોહલી ભારતના સક્સેસ કેપ્ટનાના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. જોકે તેની આઇપીએલ કેપ્ટન કેરિયર એકદમ ખરાબ રહી, તે ટીમને એકપણ ટ્રૉફી નથી અપાવી શક્યો. મંગળવારે આરસીબી ટીમ કોહલી અને ડિવિલિયર્સ માટે એક ટ્વીટ કર્યુ જેમાં તેને ઇસરો અને નાસા પાસે મદદ માંગી છે. જોકે, આ ટ્વીટને લઇને આરસીબી ટ્રૉલ પણ થઇ રહ્યું છે.

મંગળવારે નાસાએ ભારતના ચંદ્રયાન મિશન પર ગયેલા વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી કાઢ્યો. આ બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યુ, જેમાં કેપ્ટન કોહલી અને વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે મારેલા ફટકાના કારણે ગુમ થઇ જતા બૉલને શોધવાની વાત લખી, એટલે કે આ બૉલને શોધવામાં ઇસરો અને નાસા પાસે મદદ માંગી હતી.

આરસીબીએ ટ્વીટ કરતા લખ્યું કે, “જે નાસાની ટીમે વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યુ, શું તે અમારા બેટ્સમેન એબી ડિવિલિયર્સ અને વિરાટે ફટકારેલા બૉલને શોધવામાં અમારી મદદ કરી શકે છે?”


આ ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર આરસીબી ટીમને ફેન્સે ખુબ ટ્રૉલ કરવા માંડી હતી, સાથે સાથે વિરાટ અને ડિવિલિયર્સ પણ ટ્રૉલ થયા હતા.