નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના રાષ્ટ્રીય પસંદગીકારોએ સાઉથ આફ્રિકા પ્રવાસની વન ડે શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહને તક આપીને આશ્ચર્ય સર્જ્યું છે. જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો શ્રેષ્ઠ બોલર છે પણ અત્યાર સુધી તેણે કોઈ પણ સ્તરે કેપ્ટન તરીકે કામગીરી બજાવી નથી. રાષ્ટ્રીય પસંદગીકારોએ જસપ્રીત બુમરાહને સાઉથ આફ્રિકા પ્રવાસની વન ડે શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે નિમણૂક કરીને તેને મોટી તક આપી છે અને તેના યોગદાનની કદર પણ કરી છે.


જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટિનાં ના સૂત્રોનો દાવો છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસની વન ડે શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે બુમરાહને નિમિને પસંદગીકારોએ વિકેટ કીપર રિષભ પંત અને ઓલરાઉન્ડર શ્રેયસ ઐયરને સારું દેખાવ નહીં કરાય તો પડતા મૂકવાનો સંકેત આપ્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ત્રણેય ફોર્મેટમાં સાતત્યભર્યો પ્રભાવશાળી દેખાવ કરશો તો જ તમને ટીમના લિડરશીપ ગ્રુપમાં સ્થાન મળશે, નહિંતર પત્તું કપાઈ જશે.


પસંદગીકારોએ રોહિતની ગેરહાજરીમાં કે.એલ. રાહુલને વન ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે જ્યારે તેના વાઈસ કેપ્ટન તરીકે બુમરાહના નામની જાહેરાત કરી હતી. અગાઉ મનાતું હતુ કે, આઇપીએલમાં કેપ્ટન્સી કરી ચૂકેલા પંત કે શ્રેયસ ઐયરમાંથી એકને વાઈસ કેપ્ટન બનાવાશે. બુમરાહને વાઈસ કેપ્ટન બનાવાતા બધાએ આશ્ચર્ય અનુભવ્યું હતુ.


પસંદગી સમિતિની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, આ વ્યવસ્થા માત્ર એક જ શ્રેણી પૂરતી છે. રોહિત ઘરઆંગણે રમાનારી વિન્ડિઝ અને શ્રીલંકા સામેની શ્રેણીમાં તો પાછો ફરશે તે નક્કી જેવું જ લાગી રહ્યું છે. એ વખતે કે.એલ. રાહુલ વાઈસ કેપ્ટન બની જશે. પસંદગીકારોએ બુમરાહને તેના શાનદાર દેખાવ બદલ બિરદાવવા માટે વાઈસ કેપ્ટન બનાવ્યો છે. આ કારણે તેને પંત અને ઐયર કરતાં આગળ પસંદ કરવામાં આવ્યો છે.


ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, ઐયર તાજેતરમાં જ સર્જરી કરાવીને ક્રિકેટમાં પાછો ફર્યો છે. જ્યારે પંતે વ્હાઈટ બોલ ક્રિકેટના ફોર્મેટમાં વધુ સાતત્ય સાથે પ્રભાવ પાડવાની જરુર છે. આ કારણે પંસદગીકારોએ બંનેને એલર્ટ કરતો નિર્ણય લીધો છે.


 


આ પણ વાંચો..........


CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી


IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ


નવા વર્ષે OTT પર ધૂમ મચાવવા આવી રહી છે આ 16 મોટી ફિલ્મો, જાણો હૉટસ્ટારથી લઇને નેટફ્લિક્સ સુધીનુ લિસ્ટ..............


વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા


UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા