India vs New Zealand 3rd Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયાને માત્ર 147 રનનો ટાર્ગેટ હતો. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાના પાંચ દિગ્ગજ ખેલાડીઓએ ફરી એકવાર ખરાબ પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને હારનો સામનો કરવો પડ્યો. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 92 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.


રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફરી એકવાર ટીમ ઈન્ડિયા અને ફેન્સને નિરાશ કર્યા છે. જે બાદ હવે ચાહકો પણ આ ખેલાડીઓ પર નારાજ થયા છે. ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં આ ખેલાડીઓ પાસેથી અપેક્ષાઓ હતી. પરંતુ આ પાંચેય ખેલાડીઓ મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે વિલન સાબિત થયા. બીજી ઇનિંગમાં રોહિતે 11 રન, વિરાટ કોહલીએ 1 રન, શુભમન ગિલે 1 રન, સરફરાઝ ખાને 1 રન અને યશસ્વી જયસ્વાલે 5 રન બનાવ્યા હતા.


ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની હાલત ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ખૂબ જ ખરાબ રહી. વિરાટ કોહલી સિરીઝની કોઈપણ મેચમાં રન બનાવી શક્યો ન હતો. વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાની ટોપ ઓર્ડરની બેટિંગ નબળી પડી ગઈ હતી. જો ત્રીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો વિરાટ કોહલી પ્રથમ દાવમાં માત્ર 4 રન અને બીજી ઈનિંગમાં 1 રન બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની હારમાં વિરાટ કોહલી પણ સૌથી મોટો વિલન બની ગયો.


ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો વિલન કેપ્ટન રોહિત શર્માને માનવામાં આવી શકે છે. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે શોટ રમી આઉટ થયો  હતો. રોહિત માત્ર ત્રીજી ટેસ્ટ મેચમાં જ નહીં પરંતુ સમગ્ર શ્રેણીમાં બિનઅસરકારક રહ્યો હતો. કેપ્ટનશિપમાં પણ રોહિત શર્માએ ઘણી ભૂલો કરી. ત્રીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. આ જ કારણ છે કે ભારતીય ટીમને મેચ હારવી પડી હતી.


મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રનનો પહાડ ઉભો કરનાર સરફરાઝ ખાન પોતાના હોમ ગ્રાઉન્ડ પર ફ્લોપ રહ્યો હતો. સરફરાઝ ખાન ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન બેટિંગ ન કરી શકવાના કારણે ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર નબળો પડી ગયો હતો. જેના કારણે ભારતીય ટીમને ટીમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


તો બીજી તરફ ગિલ પહેલી ઈનિંગમાં ભલે સારી બેટિંગ કરી હોય પરંતુ તે બીજી ઈનિંગમાં સંપૂર્ણ પણ ફેલ રહ્યો. આ ઉપરાંત જયસ્વાલે પણ આ સિરીઝમાં કઈ ખાસ કર્યું નથી. જયસ્વાલ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.


આ પણ વાંચો...


IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી