મેચ શરૂ થતાં પહેલા પત્રકારે વિરાટને ડાયપર મુદ્દે કર્યો સવાલ, કેપ્ટને આપ્યો આવો જવાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2021 04:18 PM (IST)
વિરાટ કોહલીને પત્રકારે પૂછ્યું કે, શું તે ટીમ ઇન્ડિયાને ચીયર કરતા બાળકનું ડાયપર બદલી શકે છે? જાણો કેપ્ટને શું આપ્યો જવાબ
વિરાટ કોહલી થોડા સમય પહેલા જ પિતા બન્યા છે. અનુષ્કાએ એક બાળકીનું જન્મ આપ્યો છે.જેનું નામ વામિકા રાખ્યું છે. પિતા બન્યા બાદ તેઓ પહેલો મેચ ઇગ્લેન્ડ સામે રમી રહ્યાં છે. ત્યારે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે તેમને બાળકના ડાયપર બદલવા વિશે સવાલ પૂછ્યો. જો કે જવાબમાં વિરાટે કહ્યું કે, ડાયપર બદલવામાં તો મહારત નથી મેળવી પરંતુ આ દરમિયાન જે પણ શીખ્યું તેનાથી સંતુષ્ટ છું. સીરિઝ શરૂ થતાં પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને પત્રકારે પૂછ્યું હતું કે, "શું તે ટીમ ઇન્ડિયાને ચીયર કરતા બાળકનું ડાયપર બદલી શકે છે? તેના જવાબમાં વિરાટે કહ્યું કે, "આટલા વર્ષોથી ક્રિકેટ રમીને હું ફ્લેક્સિબલ થઇ ગયો છું. ડાયપર બદલવું પણ એટલું મુશ્કેલ નથી એ પણ શીખી જઇશ. તેમણે જણાવ્યું હતું કે, , ડાયપર બદલવામાં તો મહારત નથી મેળવી પરંતુ આ દરમિયાન જે પણ શીખ્યું તેનાથી સંતુષ્ટ છું" ઉલ્લેખનિય છે કે ઇગ્લેન્ડ સાથેની ટેસ્ટ મેચનો આજે પહેલો દિવસ છે. ઇગ્લેન્ડે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેજબાન ભારતની સાથે શુક્રવારે પહેલા દિવસે ટી ટાઇમ સુધીમાં પહેલી પાળીમાં 2 વિકેટ સાથે 140 રન બનાવી લીધા હતા.