નવી દિલ્હીઃ ખેલાડીઓ અને ફેન્સે રવિવાર ભારતના ક્રિકેટ બોર્ડને આગ્રહ કર્યો છે કે, તે વાર વર્લ્ડ વિજેતા કેપ્ટનને શ્રદ્ધાંજલિમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાત નંબરની જર્સીને રિટાયર કરે. ધોનીએ ગઇકાલે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરને વિરામ આપી દીધો. 39 વર્ષીય ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે.

હવે ધોનીના સન્યાસ બાદ તેની જર્સી નંબર સાતને લઇને તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, લોકો તર્ક લગાવી રહ્યા છે કે આ નંબર કોણે મળશે, વળી કેટલાક ફેન્સે અરજ કરી છે કે સાત નંબરની જર્સીને રિટાયર કરી દેવામાં આવે.



બીસીસીઆઇએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ધોનીને લઇને કહ્યું કે, રાંચીનો એક છોકરો જેને વર્ષ 2004માં પોતાનુ વનડે ડેબ્યૂ કર્યુ, અને શાંત સ્વભાવ, રમતની તીવ્ર સમજ અને નેતૃત્વના ગુણોની સાથે ભારતીય ક્રિકેટની તસવીર બદલી નાંખી.

7.8 મિલિયન ટ્વીટર ફોલોઅર્સ અને પૂર્વ ટીમના સાથી દિનેશ કાર્તિક સહિત ધોનીના ફેન્સે કહ્યું કે, કે તે કોઇ અન્ય ખેલાડીઓની જર્સી પાછળ 7 નંબર નથી જોવા માંગતા. તેમને બીસીસીઆઇને આગ્રહ કર્યો છે કે આ જર્સીને પણ રિટાયર કરી દેવામાં આવે. પરંતુ એબીપી ન્યૂઝના સુત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે આ જર્સી નંબર 7 કોઇ બીજા ખેલાડીને અપાશે કે પછી આને રિટાયર કરી દેવાશે.



મોહમ્મદ કૈફે પણ ટ્વીટ કરીને કહ્યું કો બીજા કોઇને તે આ નંબરની જર્સીમાં નથી જોવા માંગતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિન તેંદુલકરના રિટાયર થયા બાદ બીસીસીઆઇએ તેની જર્સી નંબર 10ને પણ રિટાયર કરી દીધી હતી.

ધોનીએ તેજતર્રાર વિકેટકીપર બેટ્સમેન હતો, જેને ભારતને 2007માં ઉદઘાટન ટી20 વર્લ્ડકપમાં વિજેતા બનાવ્યુ હતુ, અને વર્ષ 2011ના વર્લ્ડકપ ઇવેન્ટમાં ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો.



કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર....
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.