WT20 WC Player Of The Tournamnet Shortlist: આજે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો સામનો સાઉથ આફ્રિકન મહિલા ટીમે સામે ખિતાબી મેચમાં થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને સેમિ ફાઇનલમાં હરાવ્યુ હતુ, તો સાઉથ આફ્રિકાએ ઇંગ્લિશ મહિલા ટીમને સેમિ ફાઇનલમાં માત આપી હતી, આજે કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ્સમાં બન્ને ટીમો સાંજે ટકરાશે. આ વખતે પણ ભારતીય ટીમ ખિતાબ જીતવાથી ચૂકી ગઇ છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર ભારતીય ફેન્સ માટે આવ્યા છે. ખરેખરમાં ભારતની એક મહિલા ખેલાડીનુ નામ આ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટના લિસ્ટમાં સામેલ છે, જોકે, તે બનશે કે નહીં તે પછીથી ખબર પડશે. આજે ઓસ્ટ્રેલિયાને વધુ એકવાર ચેમ્પીયન બનવાનો ચાન્સ છે, તો આફ્રિકાને પહેલીવાર આઇસીસી ટ્રૉફી ઉઠાવવાનો મોકો છે.


આજે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનું એલાન થઇ જશે, આ માટે આઇસીસીએ ટૂર્નામેન્ટમાં બેસ્ટ પ્રદર્શન કરનારી મહિલા ખેલાડીઓના નામોને શૉર્ટલિસ્ટ કર્યા છે. આ યાદીમાં એક ભારતીય મહિલા ખેલાડીને પણ જગ્યા મળી છે. 


પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે ઋચા ઘોષ શૉર્ટ લિસ્ટ - 
ખરેખરમાં, ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋચા ઘોષને આઇસીસી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે, ઋચા ઘોષે મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં ખુબ પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે. આ ટૂર્નામેન્ટમાં ઋચા ઘોષના પ્રદર્શનની વાત કરીએ તો તેને પોતાની હીટિંગ ક્ષમતાથી એક અલગ ઓળખ બનાવી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં ઋચા ઘોષે 168 રન બનાવ્યા છે, આ દરમિયાન ભારતીય વિકેટકીપરની બેટિંગ એવરેજ 68 ની જ્યારે સ્ટ્રાઇક રેટ 130 થી વધુની રહી છે. ઋચા ઘોષને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા મહિલાઓ વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાશે, અને ચેમ્પીયનની જાહેરાત થશે.  


આઇસીસીએ આ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે કર્યા શૉર્ટલિસ્ટ  - 


ઋચા ઘોષ - ભારત
ડેની વયાત - ઇંગ્લેન્ડ
મેગ લેનિંગ - ઓસ્ટ્રેલિયા
એલિસા હીલી - ઓસ્ટ્રેલિયા
એશ્લે ગાર્ડનર - ઓસ્ટ્રેલિયા 
નેટ સીવર બ્રાન્ટ - ઇંગ્લેન્ડ 
સૉફી એસ્લેટન - ઇંગ્લેન્ડ
લૌરા વૉલ્માર્ટ - સાઉથ આફ્રિકા
તઝમીન બ્રિટ્સ - સાઉથ આફ્રિકા
હેલી મેથ્યૂ - વેસ્ટ ઇન્ડિઝ