RICHEST CRICKETERS LIST: દુનિયાના 5 સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં ભારતના ત્રણ દિગ્ગજોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં બે વિદેશી ખેલાડીઓએ પણ એન્ટ્રી કરી છે. વાર્ષિક ક્રિકેટ કોન્ટ્રાક્ટથી થતી કમાણી ઉપરાંત, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અંગત વ્યવસાય આ ક્રિકેટરોની કમાણીનું મુખ્ય સાધન છે.
ક્રિકેટની દુનિયાના સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા ભારતીય દિગ્ગજોનું વર્ચસ્વ જળવાયેલું છે. આ ખેલાડીઓ માત્ર રમત દ્વારા જ નહીં, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સફળ બિઝનેસ રોકાણ દ્વારા 1000 થી 1400 કરોડ જેવી અધધ નેટવર્થ ધરાવે છે. રિકી પોન્ટિંગ અને બ્રાયન લારા જેવા વિદેશી ખેલાડીઓ પણ કોમેન્ટ્રી અને કોચિંગ દ્વારા આ યાદીમાં સ્થાન પામ્યા છે.
સચિન તેંડુલકર:
આ યાદીમાં પહેલું નામ સચિન તેંડુલકરનું છે. માસ્ટર બ્લાસ્ટરની કુલ સંપત્તિ આશરે 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ક્રિકેટ છોડ્યા પછી પણ સચિન સતત કમાણી કરી રહ્યો છે. તે અનેક બ્રાન્ડ્સ સાથે જોડાયેલો છે અને અલગ-અલગ બિઝનેસમાં રોકાણ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો..BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
વિરાટ કોહલી:
બીજા નંબરે વિરાટ કોહલી છે. તેમની નેટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. વિરાટ આજે દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ બ્રાન્ડ્સમાં ગણાય છે. ક્રિકેટ સિવાય જાહેરાત, ફેશન અને ફિટનેસ બિઝનેસથી પણ તેને મોટી કમાણી થાય છે.
એમએસ ધોની:
પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ પણ 1000 કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવે છે. ધોની ખેતી, ફિટનેસ, બાઇક અને અનેક બિઝનેસ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલો છે. IPL થી પણ તેની કમાણી ચાલુ છે.
રિકી પોન્ટિંગ:
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ચોથા નંબરે છે. કોચિંગ અને કોમેન્ટ્રી દ્વારા તેમની કમાણી સતત વધી રહી છે. તે IPL માં પણ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.
બ્રાયન લારા:
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા પાંચમા સ્થાને છે. ક્રિકેટ છોડ્યા પછી તેમણે કોમેન્ટ્રી અને કોચિંગમાં નામ કમાવ્યું. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ તેમને ફાયદો મળ્યો છે.
આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટરો હવે માત્ર મેદાન પર જ નહીં, પરંતુ બિઝનેસની દુનિયામાં પણ મોટું નામ બનાવી રહ્યા છે.
