આઈપીએલ 2023માં આજે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની શાનદાર જીત થઈ છે. કોલકાતા તરફથી રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સની પકડમાંથી જીત છીનવી લીધી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 29 રનની જરુર હતી.
રિંકુ સિંહે યશ દયાલની છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી નાઈટ રાઈડર્સને શાનદાર જીત અપાવી હતી. છેલ્લી ઓવર યશ દયાલ ફેંકવા માટે આવ્યો હતો. પ્રથમ બોલ પર ઉમેશ યાદવ સ્ટ્રાઈકમાં હતો. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 29 રનની જરુર હતી.
19.1: યશ દયાલના બોલ પર ઉમેશ યાદવે 1 રન લીધો
ઓફ સ્ટમ્પ પર બોલ કરતા ઉમેશ યાદવ સિંગલ રન માટે લોંગ ઓન તરફ ફટકારે છે.
હવે 5 બોલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 28 રનની જરુર હતી.
19.2: યશ દયાલના બીજા બોલ પર રિંકુ સિંહે 6 ફટકારી
યશ દયાલે બીજો બોલ સ્ટમ્પની બહાર ફુલ ટોસ નાખતા રિંકુ સિંહે શાનદાર સિક્સ ફટકારી હતી.
19.3: યશ દયાલના ત્રીજા બોલ પર 6 રન
લેગ સાઇડ પર યશ દયાલે ફરી ફુલ ટોસ નાખતા રિંકુ સિંહે શાનદાર સિક્સર ફટકારી હતી.
19.4: યશ દયાલના ચોથા બોલ પર ફરી સિક્સર
યશ દયાલના ચોથા બોલ પર રિંકુ સિંહે ફરી શાનદાર સિક્સર ફટકારી હતી. ફરી ફુલ ટોસ બોલ આવતા રિંકુ સિંહે સિક્સ ફટકારી હતી.
19.5: યશ દયાલના પાંચમા બોલ પર 6 રન
પાંચમાં બોલ પર રિંકુ સિંહે ફરી સિક્સર ફટકારી હતી. ઓફ સ્ટમ્પની બહાર બોલ આવતા રિંકુએ અવિશ્વસનીય શોર્ટ ફટકારી સિક્સર મારી હતી.
19.6: યશ દયાલની ઓવરના છેલ્લા બોલ પર સિક્સર
છેલ્લા બોલ પર જીત માટે 4 રનની જરુર હતી. યશ દયાલે છેલ્લો બોલ નાખતા રિંકુએ સ્ટ્રેટમાં શાનદાર સિક્સ ફટકારી હતી.