Rishabh Pant Health Update: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 30મી ડિસેમ્બર 2022ના દિવસે કાર દૂર્ઘટનાનો શિકાર થઇ ગયો હતો, આ અકસ્માતમાં પંતને માથાના, પીઠના અને શરીરમાં અન્ય જગ્યાઓ પર ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં તે સારવાર હેઠળ છે, હાલમાં તેની સારવાર દેહરાદૂનની મેક્સ હૉસ્પીટલમાં ચાલી રહ્યો છે. પરંતુ હવા આ બધાની વચ્ચે તેને મુંબઇ તેને ઇલાજ માટે શિફ્ટ કરવાના સમાચાર સામે આવ્યા છે. 


હવે દિલ્હી એન઼્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશન (DDCA)એ મોટો નિર્ણય લીધો છે, ડીડીસીએએ પંતને સારી સારવાર મળી રહે તે માટે તેનું મુંબઇમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી ડીડીસીએ અધ્યક્ષે આપી છે. શનિવારે કાર દૂર્ઘટનામાં ઋષભ પંતનું જમણા પગનું લિંગામેન્ટ તુટી ગયુ હતુ. 


DDCA નું નિવેદન - 
દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશન (DDCA)ના અધ્યક્ષ શ્યામ શર્મા અનુસાર, ક્રિકેટ ઋષભ પંતને આગળની સારવાર માટે મુંબઇ શિફ્ટ કરવામાં આવશે. તેઓ પંતને મળવા દહેરાદૂન પણ ગયા હતા. ખરેખરમાં લિંગામેન્ટ એક પ્રકારનું ફાયબર હોય છે જે હાડકાંને જોડવાનુ કામ કરે છે. જો આમાં થયેલી ઇજા ઉંડી હોય છે, તો ઘા ભરવામાં સમય લાગી જાય છે. હાલમાં ડીડીસીએ અને બીસીસીઆઇ ઋષભ પંતની ઇજાની ગંભીરતા પર નજર રાખી રહ્યું છે.


જ્યારે શ્યામ શર્મા પંતને તેના ખબરઅંતર પૂછવા પહોચ્યા ત્યારે  અકસ્માત કેવી રીતે થયો? તેના વિશે પણ વાત કરી હતી. તેના પર પંતે ખુલાસો કર્યો કે ખાડો સામે આવી જતા તેનાથી બચવા માટે આ અકસ્માત થયો હતો. વાસ્તવમાં શ્યામ શર્માને પૂછવામાં આવ્યું હતું કે પંતે અકસ્માતનું શું કારણ આપ્યું? જેના પર ડીડીસીએના ડિરેક્ટરે એજન્સીને કહ્યું હતું કે  'રાતનો સમય હતો... રસ્તા પર ખાડો આવી જતા તેનાથી બચવાના પ્રયાસમાં આ થયું'.






Rishabh Pant Health Update: ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે વહેલી સવારે અકસ્માતનો ભોગ બન્યો હતો. હાલમાં ઋષભ પંતની મેક્સ હોસ્પિટલ દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. તે જ સમયે, આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, રિષભ પંતના મગજનો MRI રિપોર્ટ નોર્મલ આવ્યો છે. આ ઉપરાંત કરોડરજ્જુનો એમઆરઆઈ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે. જો કે, ચહેરા પર અને અન્ય જગ્યાએ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે.






મગજ અને કરોડરજ્જુનો MRI રિપોર્ટ નોર્મલ


પ્રાપ્ત માહિતી અનુસાર, રિષભ પંતના મગજ અને કરોડરજ્જુના MRI રિપોર્ટ બાદ હવે પગની ઘૂંટી અને ગોઠણનો MRI કરાવવાનો છે. રિષભ પંતની શનિવારે પગની ઘૂંટી અને ગોઠણનો એમઆરઆઈ કરાવવામાં આવશે. જોકે, મગજ અને કરોડરજ્જુનો એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ આવવાથી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિષભ પંતની કાર અકસ્માત પર ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના સમાચારથી હું દુખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.