Kapil Dev on Rishabh Pant: ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માત બાદ હોસ્પિટલમાં છે. પંત હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેણે ગયા મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે કહ્યું કે પંતની તબિયત સારી થતાં જ તે તેને થપ્પડ મારી દેશે. કપિલ દેવે આ વાત ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં કહી હતી.


તેમણે પંત અંગે  કહ્યું હતું કે તેની ગેરહાજરીને કારણે ટીમ મુશ્કેલીમાં છે. કપિલ દેવે કહ્યું કે જેમ માતા-પિતાને તેમના બાળકોને ભૂલ કરવા પર થપ્પડ મારવાનો અધિકાર છે, તે જ રીતે તેઓ પંતના સ્વસ્થ થયા પછી તેની સાથે પણ કરશે.


એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કપિલ દેવે કહ્યું હતું કે “હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું ઇચ્છતો હતો કે તે સ્વસ્થ થાય જેથી હું જઈને તેને થપ્પડ મારી શકું અને તેને સંભાળ રાખવાનું કહી શકું. તમારા અકસ્માતને કારણે આખી ટીમનું કોમ્બિનેશન બગડ્યું છે. હું તેને પ્રેમ કરું છું, પરંતુ હું તેના પર ગુસ્સે પણ છું. આજના બાળકો શા માટે આવી ભૂલો કરે છે."


ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેણે તમામ પ્રકારની સર્જરીઓ કરાવી છે, જેમાંથી તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. કાર અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. પંત ઇજાના કારણે 9 ફેબ્રુઆરીથી રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી લઈને ઘણી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.


WTC Final: 7 જૂને ઓવલમાં રમાશે ફાઇનલ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઇ શકે છે ટક્કર


ICC World Test Championship 2023 Final: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 8 ફેબ્રુઆરી, બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ (WTC Final)ની તારીખનું એલાન કરી દીધુ છે. 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ 7 થી 11 જૂનની વચ્ચે લંડનના ઓવલમાં રમાશે. ફાઇનલ મેચ માટે 12 જૂનના દિવસને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની પહેલી સિઝનની ફાઇનલ મેચ સાઉથેમ્પ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હાર આપી હતી. 


ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ શકે છે ફાઇનલ મેચ- 
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ શકે છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ રેન્કિંગમાં 75.56 જીત ટકાવારી સાથે નંબર વન પર છે. વળી, ભારતીય ટીમ 58.93 જીતની ટકાવારી સાથે બીજા નંબર પર છે. આવામાં આ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ હોવાની સંભાવના પ્રબળ દેખાઇ રહી છે. 


બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી બાદ થશે ફેંસલો - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી 9મી ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જ ફાઇનલિસ્ટ નક્કી થઇ શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં જવા માટે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને કમ સે કમ 3-1થી હરાવવુ જરૂરી છે. નહીં તો ટીમ ફાઇનલમાં જગ્યા પાક્કી કરવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની રેન્કિંગમાં શ્રીલંકા 53.33 જીતની ટકાવારી સીથે ત્રીજા નંબર પર છે, 9 માર્ચથી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે