Rishabh Pant Replacement in Australia Series: ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તાજેતરમાં જ એક રૉડ એક્સિડેન્ટનો શિકાર થઇ ગયો છે, આ દૂર્ઘટનામાં ઋષભ પંતને ગંભીર રીતે માથાના ભાગે, હાથ-પગ અને પીઠ પર ઇજાઓ પહોંચી છે. ડૉક્ટરો અનુસાર, ઋષભ પંતની  ઇજાને ધ્યાનમાં રાખતા, હવે આગામી છ મહિના સુધી મેદાનમાં નથી ઉતરી શકવાનો છે, જો પંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, અને મેદાન પર ઉતરતા હજુ 6 મહિનાનો સમય લાગી શકે છે, તો તેની રિપ્લેસમેન્ટમાં ટીમ ઇન્ડિયામાં કયો ખેલાડી ફિટ બેસે છે, જાણો ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ સીરીઝમાં કોણ કોણ છે ઋષભ પંતના રિપ્લેસમેન્ટના દાવેદારો..... 


આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટ સીરીઝમાં ઋષભ પંત નહીં જોવા મળે, પંતના રિપ્લેસમેન્ટમાં ટેસ્ટ ક્રિકેટ ટીમમાં હાલમાં ત્રણ વિકેટકીપર બેટ્સમેનો દાવેદાર છે. 


કેએસ ભરત - 
ટેસ્ટ ફોર્મેટમાં ઋષભ પંતને કેએસ ભરત રિસ્પેલ કરી શકે છે, તેનું ફર્સ્ટ ક્લાસ પ્રદર્શન પણ શાનદાર રહ્યુ છે, તે અત્યાર સુધી 84 ફર્સ્ટ ક્લાસ મેચો રમી ચૂક્યો છે. આમાં તેને 4533 રન બનાવ્યા છે, વળી ફર્સ્ટ ક્લાસમાં તેના નામે 9 સદીઓ પણ નોંધાયેલી છે.  


સંજૂ સેમસન - 
ઋષભ પંતની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજૂ સેમસન પર પણ દાંવ લગાવી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંજૂ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. સંજૂની કેરિયરને જોઇએ તો તેને ભારત માટે 11 વનડે મેચો રમી છે, આમાં તેને 66 ની એવરેજથી 330 રન બનાવ્યા છે. વળી, ટી20 ઇન્ટરનેશનલમાં તેને 16 મેચોમાં 21.14 ની એવરેજથી 296 રન બનાવ્યા છે. 


ઇશાન કિશન -  
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ઇશાન કિશન પણ ઋષભ પંતની જગ્યા માટે પાક્કો દાવેદાર છે. તેને તાજેતરમાં જ વનડે મેચમાં બેવડી સદી ફટકારીને તેની તાકાત બતાવી છે. તાજેતરમાં તેને રણજી ટ્રૉફી દરમિયાન પણ ફાસ્ટ સદી ફટકારી હતી, આવામા તે ઋષભ પંતની જગ્યા લેવા માટે સૌથી આગળ છે. 


 


Accident Video: અકસ્માતનો લાઇવ વીડિયો આવ્યો સામે, ઋષભ પંતને લોકોએ આ રીતે બચાવ્યો, જુઓ.....