વનડેના ઉપકેપ્ટન રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કર્યો, જેમાં તે બૉલને બેટના હાથાથી ફટકારતો દેખાઇ રહ્યો છે, રોહિત શર્માએ બિલકુલ આરામથી આ ચેલન્જને પુરી કરી અને બાદમાં તેને શ્રેયસ અય્યર, ઋષભ પંત અને અજિંક્યે રહાણે ચેલેન્જ પુરી કરવા પડકાર ફેંક્યો હતો.
રોહિતે ટ્વીટર પર લખ્યું- યુવરાજ સ્ટે એટ હૉમ ચેલેન્જ માટે મને નૉમિનેટ કરવા બદલ આભાર, મે તમારી ચેલેન્જને પુરી કરી, અને હવે હું આ ચેલેન્જ શ્રેય્યસ અય્યર, ઋષભ પંત અને અજિંક્યે રહાણેને આપુ છુ. તમારા ત્રણેયનો વારો છે કે તમે સ્કિલ બતાવો.
ઉલ્લેખનીય છે કે, 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો યુવરાજ સિંહે એક વીડિયો પૉસ્ટ કર્યો હતો, જેમાં તેને કહ્યું હતુ કે સચિન માટે આ આસાન હશે, રોહિત પણ કદાચ કરી લશે, પણ હરભજન માટે આ કામ ખુબ મુશ્કેલ બનશે. યુવરાજની ચેલેન્જને પહેલા સચિન તેંદુલકરે આંખે પટ્ટી બાંધીને પુરી કરી હતી, અને હવે રોહિત શર્માએ પુરી કરીને બતાવી છે.
યુવરાજે બે દિવસ પહેલા કોરોના વાયરસ વિરુદ્ધ જાગૃતતા અભિયાન અંતર્ગત ‘કીપ ઇટ અપ’ (#KeepItUp) ચેલેન્જ લીધી હતી. આમાં યુવરાજ બૉલને બેટના કિનારાથી ઉછાળી રહ્યો હતો, તેને આ પછી સચિન, હરભજન સિંહ અને રોહિત શર્માને આ ચેલેન્જ આપી હતી.