એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2020 08:58 AM (IST)
મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે મેચ ટાઇ થઇ ત્યારે અમે બુમરાહ પાસે સુપરઓવર કરાવી, કેમકે અમે જાણતા હતા કે આખી મેચમાં જે બન્યુ તે સુપરઓવરથી અલગ હોય છે
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ સુપરઓવરમાં જીતી તો ગઇ પણ ક્રિકેટ ફેન્સમાં સૌથી વધુ ચર્ચાનો વિષય સુપરઓવર જ રહ્યો, કેમકે ફેન્સ પુછી રહ્યાં હતા કે બુમરાહને જ કેમ સુપરઓવર નાંખવા માટે બૉલ આપ્યો. જોકે આ પ્રશ્નનો જવાબ મેચ બાદ ખુદ ઉપકેપ્ટન રોહિત શર્માએ આપ્યો હતો. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે મેચ ટાઇ થઇ ત્યારે અમે બુમરાહ પાસે સુપરઓવર કરાવી, કેમકે અમે જાણતા હતા કે આખી મેચમાં જે બન્યુ તે સુપરઓવરથી અલગ હોય છે. સુપરઓવર માટે તમે કોઇપણ રણનીતિ નથી બનાવી શકતા, તમે જોઇ શકો છો કે મેચ દરમિયાન જે પણ થયુ, પણ તમે અહીં તમારા બેસ્ટ ખેલાડીને જ પસંદ કરી શકો છો. બુમરાહ બેસ્ટ બૉલર છે, અને યોર્કર નાંખનારા ખેલાડી તરીકે અમે તેને પહેલો પસંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેચમાં મોહમ્મદ શમીની બૉલિંગ એકદમ ધારદાર રહી, તેને કેન વિલિયમસન અને રૉસ ટેલરને આઉટ કરીને છેલ્લી ઓવરમાં મેચ ટાઇ કરાવી હતી, જેથી ફેન્સ શમીને સુપરઓવરમાં જોવા માંગતા હતા. જોકે, બુમરાહે સુપરઓવર ફેંકીને 17 રન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. રોહિતે અંતિમ બે બોલમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.