Rohit Sharma After Winning the Match: દુબઈમાં રમાયેલી એશિયા કપની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી હતી.


સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતની આ જીતનો હીરો રહ્યો હતો. હાર્દિકે પહેલા બોલિંગમાં ત્રણ વિકેટ લીધી અને પછી બેટિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન ફટકાર્યા હતા. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમને આ મેચમાં જીતનો પૂરો વિશ્વાસ હતો. સાથે જ રોહિતે હાર્દિકની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે ભારતીય ટીમમાં પરત ફર્યા બાદ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમે જાણીએ છીએ કે તે બેટિંગમાં શું કરી શકે છે.


જીત બાદ રોહિતે હાર્દિકના વખાણ કર્યા હતા


પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે અમે જાણતા હતા કે અમે કોઈપણ પરિસ્થિતિમાં મેચ જીતી શકીએ છીએ. મેચના હીરો હાર્દિક પંડ્યાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે જ્યારથી તેણે (હાર્દિક) પુનરાગમન કર્યું છે ત્યારથી તે શાનદાર રહ્યો છે. જ્યારે તે ટીમનો ભાગ ન હતો, ત્યારે તેણે તેના શરીર અને તેની ફિટનેસ માટે શું કરવાની જરૂર છે તે વિશે વિચાર્યું હતું. હવે તે 140+ની ઝડપે સરળતાથી બોલિંગ કરી રહ્યો છે. બીજી તરફ, હાર્દિકની બેટિંગને લઈને રોહિતે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે તે બેટિંગમાં શું કરી શકે છે. પરત ફર્યા બાદથી તે ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસ ધરાવતો થઈ ગયો છે. તે ઝડપી બોલિંગ કરી શકે છે.


પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ


દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપની બીજી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યા હતા. જોકે, તેણે ખૂબ જ ધીમી રમત રમી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ અદ્ભુત બોલિંગ કરી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારને કુલ ચાર સફળતા મળી હતી.


Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ


IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન


Congress President Election: કોણ બનશે કૉંગ્રેસના નવા અધ્યક્ષ, 17 ઓક્ટોબરે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ


Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે