નવી દિલ્હીઃ એશિયા કપમાં પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ફરી એકવાર નિષ્ફળ ગયો છે. કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન કેએલ રાહુલ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર પાકિસ્તાન સામે નિષ્ફળ રહ્યા હતા. ત્રણેય 53 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પણ આવું જ થયું હતું.
કેએલ રાહુલ પ્રથમ બોલ પર આઉટ
148 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાના ચાહકોને ટીમના સિનિયર ખેલાડીઓ પાસેથી અપેક્ષા હતી, સૌથી પહેલા વાઇસ કેપ્ટન કેએલ રાહુલે નિરાશ કર્યા હતા. કેએલ રાહુલ ભારતની ઇનિંગ્સના બીજા બોલ અને તેના પહેલા બોલ પર આઉટ થયો હતો. યુવા નસીમ શાહે કેએલ રાહુલને ક્લીન બોલ્ડ કર્યો હતો કેએલ રાહુલ ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો હતો.
જો કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તે 18 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. રોહિત શર્માએ ભલે તેની ઇનિંગમાં સિક્સર ફટકારી હોય, પરંતુ તે સંપૂર્ણપણે આઉટ ફોર્મ જોવા મળ્યો હતો. રોહિત શર્માએ ધીમી ઇનિંગ રમી હતી. રોહિત શર્મા મોટો શોટ રમવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં કમબેક કરી રહ્યો હતો, બધાની નજર તેના પર હતી. વિરાટ કોહલીને બીજા બોલ પર જીવનદાન મળ્યુ હતું. પરંતુ તે પછી તે રંગમાં પાછો ફરતો જોવા મળ્યો. પહેલા સિક્સર ફટકારી અને પછી કેટલીક બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ ફરી એકવાર તે સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો.
જ્યારે રોહિત શર્માની વિકેટ પડી ગઇ હતી ત્યારે વિરાટ કોહલીએ મોટો શોટ રમવાનું જોખમ લીધું હતું. અને બાઉન્ડ્રી પર કેચ આપી બેઠો હતો,. 34 બોલમાં 35 રન બનાવ્યા બાદ વિરાટ કોહલી મોહમ્મદ નવાઝના બોલ પર ઈફ્તિકાર અહેમદને કેચ આપી દીધો હતો.