Rohit Sharma With Pakistani Fans: એશિયા કપ 2022ના સુપર 4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. જો કે આ મેચમાં હાર બાદ પણ ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેચ બાદ પોતાના ફેન્સ પાસે પહોંચ્યો હતો અને તેમની સાથે સેલ્ફી લીધી હતી. આ ક્રમમાં, રોહિતે પાકિસ્તાની ચાહકો સાથે કરેલી નાનકડી વાતચીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


હાથ છોડી દો...


ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચ બાદ પાકિસ્તાની ફેન્સ પાસે પહોંચ્યો હતો. આ દરમિયા રોહિત ચાહકોની માંગ પર ઓટોગ્રાફ આપી રહ્યો હતો અને સેલ્ફી માટે પોઝ પણ આપી રહ્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ચાહકોને ભારતીય જર્સી પર ઓટોગ્રાફ આપ્યો. આ પછી રોહિત શર્મા સાથે સેલ્ફી લેતી વખતે એક ફેન રોહિત સાથે હાથ મિલાવતો હતો. પછી ચાહકે તેનો હાથ પકડી લીધો હતો. જેના પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અરે, મારો તો હાથ છોડો. રોહિતની આ વાત પર ત્યાં ઉભેલા તમામ ફેન્સ જોરથી હસવા લાગ્યા. રોહિત પણ આ વાત પર હસી પડ્યો હતો. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



મેચ બાદ અર્શદીપ ટ્રોલ થયો


પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સુપર ફોરમાં આગામી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. આ પછી 8 સપ્ટેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો ભારતને એશિયા કપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની બંને મેચ જીતવી પડશે. રવિવારે રમાયેલી મેચમાં અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો. આ કેચ છોડ્યા બાદ અર્શદીપની ભારે ટીકા થઈ હતી. તેની ટીકા પછી, ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને સેલિબ્રિટીઓએ અર્શદીપનું સમર્થન કર્યું છે.