Jatin Sapru and Rohit Sharma: UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022નો એક ફની વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારત અને હોંગકોંગ (IND vs HK) વચ્ચેની મેચ પહેલાનો છે. આ વીડિયોમાં ટીવી એન્કર જતીન સપ્રુ ફેન્ટેસી ટીમની કેપ્ટનશિપ વિશે બોલતા જોવા મળે છે, પરંતુ જ્યારે તે જુએ છે કે રોહિત શર્મા તેની નજીક ઉભો છે, ત્યારે તેણે પોતાની વાતને બદલી દીધી હતી. આ દરમિયાન રોહિત શર્માનું ધ્યાન પડતાં રોહિત શર્માએ આના પર ફની પ્રતિક્રિયા આપી હતી. રોહિતની સાથે ત્યાં હાજર પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને સંજય બાંગર પણ હસી પડ્યા હતા.


રોહિત બોલ્યો - 'હું જઈ રહ્યો છું ભાઈ...'


ટોસ પછી, જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા નથી, ત્યારે જતીન સપ્રુ કહી રહ્યો હતો કે, 'હાર્દિક પંડ્યા બધા ફેન્ટસી ક્રિકેટ ટીમ બનાવતા લોકોની પ્રથમ પસંદ કેપ્ટન તરીકે જ રહ્યો હશે. જતિન આટલું બોલે છે કે તરત જ તેની નજર રોહિત શર્મા પર જાય છે, જે થોડા ડગલાં દૂર ઊભેલો હોય છે. આ પછી, જતિન તેની વાતને સંપૂર્ણપણે પલટી નાખે છે, રોહિત તરફ ઈશારો કરીને કહે છે, 'પણ કેપ્ટન તો એક જ છે.' આ બોલ્યા પછી રોહિત શર્મા જતીન તરફ જુએ છે અને કહે છે, 'હું જઈ રહ્યો છું ભાઈ...' રોહિતની આ પ્રતિક્રિયા પછી જતિન સપ્રુ સાથે ઉભેલા પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને સંજય બાંગર હસી પડ્યા હતા.




તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા હોંગકોંગ સામે ટોસ હારી ગયો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટે 192 રન બનાવ્યા હતા. અહીં રોહિત શર્મા 13 બોલમાં 21 રન બનાવીને તરત જ પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં વિરાટ કોહલી (59) અને સૂર્યકુમાર યાદવે (68) ભારતને 200ની નજીક પહોંચાડ્યું હતું. ભારતે આ મેચ 40 રને જીતી લીધી હતી.