Rohit Sharma's New Look: ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરો નવા લૂકમાં દેખાઇ રહ્યાં છે. આગામી સમયમા ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ક્રિકેટ રમવાની છે, આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા નવા લૂકમાં દેખાયો છે. ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટની સીરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા પ્રવાસની શરૂઆત ટેસ્ટ સીરીઝથી કરશે. 12 જુલાઈથી રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા રોહિત શર્માનો નવો લૂક સામે આવ્યો છે.
આ પહેલા રોહિત શર્મા આવા ખાસ લૂકમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. રોહિત શર્મા પોતાના નવા લૂકમાં એકદમ ક્લીન શેવ છે. રોહિત શર્મા દાઢીવાળા લૂક સાથે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યો હતો, પરંતુ હવે તે ક્લીન શેવ લૂકમાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા અત્યારે બાર્બાડોસમાં છે, જ્યાં પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ટીમે એક સપ્તાહ સુધી બાર્બાડોસમાં કેમ્પ કરવાનો છે. વળી, ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ પણ રમશે. રોહિત એન્ડ કંપનીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ટેસ્ટ ટીમમાં થયા મોટા ફેરફારો -
આ પ્રવાસ માટે પસંદગીકારોએ ટીમ ઈન્ડિયામાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે. ટેસ્ટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને પડતો મૂકવામાં આવ્યો છે. વળી, યશસ્વી જાયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમી હતી, જેમાં ટીમને 209 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
વળી, ડબલ્યુટીસી ફાઈનલ બાદ મીડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. આ વખતે રહાણેને ટેસ્ટ ટીમની વાઇસ કેપ્ટનશિપ પણ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત બૉલિંગમાં મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જાયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર) ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
--
--
Join Our Official Telegram Channel: