મેચ બાદ રોહિત શર્માએ કહ્યું- આખી સિઝન જે રીતે રહી, તેનાથી હુ ખુશ છુ, અમે શરૂઆતમાં કહ્યુ હતુ અમે જીતને એક આદત બનાવવા માંગીએ છીએ, અને તમે આનાથી વધુ કંઇ નથી માંગી શકતા. અમે પહેલા બૉલથી જ આગળ હતા અને પાછળ ફરીને જોયુ નહીં. ટ્રેન્ટ બૉલ્ટે મેચના પહેલા બૉલ પર જ દિલ્હીના માર્કસ સ્ટૉઇનિસને પેવેલિયન મોકલી દીધો.
પોતાની કેપ્ટનશી અંગે રોહિતે કહ્યું કે, તમારે શાંત રહેવા માટે યોગ્ય સંતુલન કરવુ જોઇએ, હું એ કેપ્ટન નથી કે કોઇની પાછળ ડંડો લઇને દોડુ, તમે ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવીને બેસ્ટ બનાવી શકો છો. જો તમે અમારી બેટિંગ જોશ તો અમારી પાસે કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા છે, અમે તમને આખી સિઝનમાં રૉટેટ કર્યા, અમારી બૉલિંગમાં પણ આ જ રીતનું ઉંડાણ છે.
ટ્રેન્ટ બૉલ્ટે મેચના પહેલા બૉલ પર જ દિલ્હીના માર્કસ સ્ટૉઇનિસને પેવેલિયન મોકલી દીધો. દિલ્હીની શરૂઆતમાં ઝટકો લાગ્યો તે મુંબઇ માટે સારી વાત રહી. બાદમાં દિલ્હીએ 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 156 રન જ બનાવ્યા. રોહિતની 68 રનોની ઇનિંગના સહારે આ લક્ષ્ય મુંબઇએ માત્ર 18.4 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ.
આ મેચમાં રોહિત શર્માએ ટીમમાં સતત રમી રહેલા રાહુલ ચહરને ટીમની બહાર રાખ્યો, અને તેની જગ્યાએ ઓફ સ્પિનર જયંત યાદવને રમાડવામાં આવ્યો હતો, જે મુંબઇને ફાયદો કરીને ગયો.