પરંતુ ટીમનુ સિલેક્શન થયા બાદ રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં રોહિત જીમમાં જબરદસ્ત એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ તસવીરના કેપ્શનમાં રોહિતે લખ્યું છે - “હા.. હું ફરીથી ચાલવાની કોશિશ કરી રહ્યો છું”
રોહિતના આ તસવીર બાદ સોશ્યલ મીડિયા પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે કે પસંદગીકારઓ રોહિતને ટીમમાં ના લીધો, જેના કારણે રોહિતે તસવીર પૉસ્ટ કરીને જવાબ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. પસંદગીકારોએ રોહિતને ટીમમાં ના સમાવવા પાછળ તેને વધુમાં વધુ રેસ્ટ આપીને એકદમ ફિટ થવાનુ કારણ આપ્યુ છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં રોહિતને ઇજા થઇ હતી, બાદમાં ભારતીય ટીમને તેનુ મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને વનડે અને ટેસ્ટ સીરીઝ હારવી પડી હતી.