મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI આગામી વર્ષે IPLમાં વધુ એક ટીમ રમાડવા અંગે વિચાર કરી રહી છે અને આ ટીમ ગુજરાતની હશે. તેના કારણે આઈપીએલની હરાજીમાં પણ ફેરફાર થષે. સામાન્ય રીતે IPLની ઓક્શન ડિસેમ્બરમાં યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે હરાજી2021ની શરૂઆતમાં યોજાશે.
ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ હાલમાં જ જાહેરાત કરી છે કે, બોર્ડ આઈપીએલની આગામી સિઝન ભારતમાં યોજવાનો પૂરો પ્રયાસ કરશે.તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે, ભારતમાં આઈપીએલ નહીં યોજી શકાય તો યુએઈ બેકઅપ વિકલ્પ રહેશે.
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના પગલે ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગ્યા દરમિયાન ગુજરાતની ટીમે IPLમાં ભાગ લીધો હતો. આ ટીમનો કેપ્ટન સુરેશ રૈના હતા. 2016માં આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર રહ્યા પછી ક્વોલિફાયર-2 સુધી પહોંચી હતી જ્યારે 2017માં સાતમા સ્થાને રહી હતી.