Rohit Sharma News: ભારતના ફુલ ટાઈમ ODI કેપ્ટન તરીકે, રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ ODI શ્રેણી રમવા જઈ રહ્યો છે. ડિસેમ્બર 2021 માં, વિરાટ કોહલીને ભારતીય ODI ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને આ જવાબદારી રોહિત શર્માને આપવામાં આવી હતી. જો કે રોહિત શર્માએ અગાઉ 10 વનડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું છે, પરંતુ તે પ્રથમ વખત પૂર્ણકાલીન કેપ્ટન તરીકે આ જવાબદારી નિભાવવા જઈ રહ્યો છે. રોહિત શર્મા ભારતીય ODI અને T20 ટીમનો સુકાની છે. રિપોર્ટ પ્રમાણે તેને ટેસ્ટ ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી શકે છે.


ટેસ્ટ કેપ્ટનશિપને લઈ શું કહ્યું રોહિત શર્માએ


વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેને પૂછવામાં આવ્યું હતું કે ટેસ્ટ કેપ્ટનશીપ મેળવવા અંગે શું વિચારો શું છે? આના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે તેને ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન કોણ હશે તે અંગે કોઈ જાણકારી નથી અને અત્યારે તે આ બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી. 


રોહિત શર્માએ કહ્યું કે, મારુ ધ્યાન હાલ મર્યાદીત ઓવરના ક્રિકેટ પર છે અને આ બધી વાતો પર વિચારવાનો સમય નથી. અમે કેટલીક સીરિઝ હારી શકીએ છીએ, કારણકે અમારે ખેલાડીઓને બદલતા રહેવાની જરૂર છે. હાલ ટેસ્ટ કેપ્ટનશિપ ભૂલી જાવ. તેને લઈ મારી પાસે કોઈ જાણકારી પણ નથી,. હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ક્રિકેટ સીરિઝ અને પછી શ્રીલંકા સામે રમાનારી સીરિઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.


બીજી વન ડે પહેલા Kuldeep Yadav એ આપ્યો સંકેત, Team India ની પ્લેઇંગ ઇલેવનમાં મળી શકે છે સ્થાન


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ બુધવારે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો શ્રેણીમાં જીત મેળવી લેશે. પ્રથમ વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આમાં કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે. ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર કુલદીપ યાદવ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. એવી અપેક્ષા હતી કે તે પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં હશે. પરંતુ આમ થઈ શક્યું નહોતું. જો કે હવે કુલદીપના ટ્વીટ પરથી લાગી રહ્યું છે કે તે આગામી મેચમાં વાપસી કરી શકે છે. કુલદીપે ટ્વિટર પર તેની પ્રેક્ટિસની તસવીરો ટ્વીટ કરી હતી. કુલદીપે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. કુલદીપે ફિલ્ડિંગમાં ઘણા સારા કેચ લીધા અને થ્રો ફેંક્યા. જો તેને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો એક બોલર બહાર થઈ જશે. વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલે છેલ્લી મેચમાં સારી બોલિંગ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે સુકાની રોહિત કોને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે.